ગુજરાતમાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ થશે, ક્યા જિલ્લાઓમાં પડશે માવઠું?

વાંચવાનો સમય: 1 મિનિટ

હવામાન વિભાગના લેટેસ્ટ બુલેટિન પ્રમાણે 18 માર્ચથી રાજ્યમાં હવામાન બદલાશે અને 22 માર્ચ સુધી અલગ અલગ ભાગોમાં વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગે કહ્યું છે કે 18 તારીખથી કેટલાક જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ, દીવ, દમણ, દાદરા અને નગરહવેલીમાં હવામાન સૂકું રહ્યું છે. કચ્છના કેટલાક ભાગોમાં હીટવેવની સ્થિતિ છે.

15થી 17 માર્ચ સુધી ગુજરાતના તમામ ભાગોમાં ગરમી રહેશે અને સૂકું વાતાવરણ અનુભવાશે.

18 માર્ચ, બુધવારે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠા જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ દરમિયાન વીજળી જોવા મળશે અને ગર્જના થશે. 18મીએ જામનગર, મોરબી, દ્વારકા અને કચ્છમાં પણ કેટલીક જગ્યાએ વરસાદ પડી શકે છે. બાકીના ભાગોમાં હવામાન સામાન્ય રહેશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન