કોરોના વાઇરસ : વૉટ્સએપે ગ્રૂપ કૉલની લિમિટ વધારી, હવે એકસાથે આઠ લોકો જોડાઈ શકશે

ઇમેજ સ્રોત, GETTY

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
વાંચવાનો સમય: 2 મિનિટ

કોરોના વાઇરસના કેરને કારણે અડધું જગત હાલમાં લૉકડાઉન હેઠળ છે. એવા સમયે વૉટ્સએપે મોબાઇલધારકો માટે વીડિયો કૉલ અને વોઇસ કૉલની લિમિટ વધારી છે.

વૉટ્સએપ એક ગ્રૂપ કૉલ માટે એક નવી જાહેરાત કરી છે.

નવી જાહેરાત પ્રમાણે એક સાથે આઠ લોકો ગ્રૂપમાં સામેલ થઈ શકશે.

અગાઉ વૉટ્સએપ ગ્રૂપમાં માત્ર ચાર લોકો સામેલ થઈ શકતા હતા.

વૉટ્સએપે જાહેરાત કરી છે કે નવી જાહેરાત પ્રમાણે સહભાગીઓની સંખ્યા વધારીને આઠ કરાઈ છે.

આ નવી સુવિધા વીડિયો અને વોઇસ કૉલ બંનેમાં લાગુ પડશે.

લૉકડાઉનમાં ગ્રૂપ કૉલિંગનું ચલણ

વૉટ્સએપના વિલ કેથકાર્ટે આ જાણકારી આપી હતી અને એ વાતની પુષ્ટિ કરી હતી કે આ સુવિધાનો લાભ ઍન્ડ્રોઇડ અને આઈફોન- બંને વપરાશકર્તા મેળવી શકશે.

તેમજ આગામી અઠવાડિયાથી આ સુવિધા ચાલુ થઈ જશે.

આ મામલે ફેસબુકે કહ્યું કે "ઝડપથી તમે વૉટ્સઍપ ગ્રૂપમાં આઠ લોકો એકસાથે વીડિયો અને વોઇસ કૉલિંગ કરી શકશો. અગાઉની જેમ આ સુરક્ષિત કૉલિંગ છે. એટલે તમારી અંગત વાતોને કોઈ સાંભળી કે જોઈ નહીં શકે. વૉટ્સઍપ પણ નહીં."

ઉલ્લેખનીય છે કે કોરોના વાઇરસને કારણે દુનિયાભરના લોકો ઘરમાં બંધ છે.

હાલના સમયમાં લોકો બહાર નીકળી શકતા નથી અને અવરજવર પણ કરી શકતા નથી.

આથી આ સમય એવો છે કે લોકો એકબીજાને ફોન કરીને કે ગ્રૂપમાં વીડિયોના માધ્યમથી હાલચાલ પૂછી રહ્યા છે.

આ સમયમાં ઝૂમ, હાઉસીપાર્ટી, ગૂગલ ડ્યૂ અને અન્ય એપનો પણ ઉપયોગ વધ્યો છે.

કેવી રીતે ગ્રૂપમાં થાય છે કૉલિંગ?

ઇમેજ સ્રોત, GETTY

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

આ પ્લૅટફૉર્મનો ઉપયોગ કરવા માટે વૉટ્સએપ કૉલમાં બે રીત છે.

લોકો સમૂહમાં પણ વીડિયો-કૉલના માધ્યમથી જોડાઈ શકે છે અને વ્યક્તિગત રીતે પણ કૉલ કરી શકે છે.

જો તમે સમૂહમાં વીડિયો કૉલ શરૂ કરો છો તો તમારે જમણી બાજુએ આપેલા કૉલ આઇકન પર ક્લિક કરવાનું રહેશે.

પછી ગ્રૂપમાં પોતાની પસંદગી અનુસાર સહયોગી કે મિત્રોને સામેલ કરી શકો છો.

પછી પસંદ કરેલા લોકોને કૉલ કરવા માટે સૌથી ઉપર વોઇસ કે વીડિયો કૉલનું બટન આપેલું હોય છે, એના પર ક્લિક કરો.

તો વ્યક્તિગત રીતે પણ તમે આ સુવિધાનો ઉપયોગ કરી શકો છો.

તેના માટે જોડીદારની ચેટ વિન્ડો ખોલો, જેની સાથે તમે વીડિયો કે વોઇસ કૉલ કરવા માગો છો.

બાદમાં સ્ક્રીનના ટૉપ પર કૉલ કે વીડિયો કૉલ આઇકન પર ક્લિક કરો.

સુવિધા એવી પણ છે કે આ કૉલમાં તમે એકથી સાત વાર આઠ સહયોગીઓને રિપીટ કરી શકો છો.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો