BBC News, ગુજરાતી - સમાચાર
નવાજૂની
'મારી દીકરી કાટમાળ નીચે દબાયેલી છે,' અમેરિકન-ઇઝરાયલી હુમલા વચ્ચે તહેરાનના હાલ
અમેરિકા અને ઇઝરાયલે ઈરાન પર હુમલો કર્યાના એક માસ બાદ તહેરાનના નિવાસીઓએ બીબીસીને જણાવ્યું કેવી રીતે તેમનાં જીવન તબાહ થઈ ગયાં.
વૈભવ સૂર્યવંશી:15 વર્ષીય ખેલાડી, જેને ક્રિકેટ હવે અવગણી શકે તેમ નથી
ઘણા ક્રિકેટ નિષ્ણાતોનું માનવું છે કે સવાલ એ નથી કે વૈભવ સૂર્યવંશી તૈયાર છે કે નહીં, પણ એ છે કે વિશ્વ તેમના માટે તૈયાર છે કે નહીં?
તણાવમાં હો ત્યારે અચાનક ત્વચા શુષ્ક પડી જાય છે, ચહેરા પર ખીલ દેખાવા લાગે છે, શું છે કનેક્શન?
તણાવની અસર આપણી ત્વચા પર પડતી હોવાનું લાંબા સમયથી માનવામાં આવે છે. જોકે, તાજેતરના દાયકાઓમાં થયેલાં સંશોધનોમાં ત્વચા અને મન વચ્ચેનું જોડાણ કેવી રીતે કામ કરે છે, તેની વિગતો શોધવામાં આવી છે અને ત્વચાની સમસ્યાની સારવાર તેમજ ત્વચાના આરોગ્ય ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો છે.
યુનિફૉર્મ સિવિલ કોડ : લિવ-ઇન રિલેશનશિપ અને છૂટાછેડાના નિયમો મહિલાઓની મુશ્કેલી વધારશે કે ફાયદો થશે?
ગુજરાત વિધાનસભામાં યુનિફૉર્મ સિવિલ કોડનું જે બિલ પસાર થયું તેમાં મહિલાઓ માટે કઈ મહત્ત્વની જોગવાઈઓ છે અને તેમને કયા નવા અધિકારો આપવાની વાત છે? તેના વિશે કાયદા નિષ્ણાતોનું શું કહેવું છે?
અમેરિકા-ઇઝરાયલે પ્રચંડ હુમલા કર્યા છતાં હજુ ઈરાનમાં સત્તાપલટો કેમ નથી થઈ શક્યો?
યુદ્ધમાં નેતાગીરી અને જાનમાલનું માતબર નુકસાન વેઠ્યા બાદ પણ ઈરાનની સત્તાએ આંતરિક સુરક્ષા પરની તેની પકડ ઢીલી પડવા દીધી નથી. નેતાગીરી સામે જનતામાં વ્યાપક આક્રોશ પ્રવર્તતો હોવા છતાં યુદ્ધ દરમિયાન મોટા પાયે કોઈ દેખાવો થયા નથી.
પાકિસ્તાની પીએમએ કહ્યું, ઈરાની રાષ્ટ્રપતિ સાથે 'એક કલાક કરતાં વધુ' સમય સુધી વાત થઈ - ન્યૂઝ અપડેટ
ગુજરાત સહિત દેશ-વિદેશના સમાચારો માટે જોડાયેલા રહો બીબીસી ગુજરાતીની વેબસાઇટ પર...
વીડિયો, ગુજરાતના વારસાની અનોખી સફરે લઈ જતી નેરૉગેજ ટ્રેન, શું છે તેનો ઇતિહાસ અને ખાસિયતો?, અવધિ 2,59
આ 63 કિલોમીટર લાંબી રેલવે લાઇનનું નિર્માણ વર્ષ 1913-14માં કરવામાં આવ્યું હતું.
'એવો દુકાળ પડ્યો કે 45 પશુ ટપોટપ મરી ગયાં', લોકો જનાવરોનો ખોરાક ખાવા મજબૂર
દુષ્કાળની અસર માત્ર કેન્યા સુધી સીમિત ન રહેતાં તે સમગ્ર પૂર્વ આફ્રિકામાં પ્રસરી છે.
ભારતનું એ રામમંદિર જેમાં ભગવાનનું નામ અને ગોત્ર બદલાઈ ગયાં
ભદ્રાચલમ્ દેવસ્થાનમ્નું સત્તાવાર નામ શ્રી સીતા રામચંદ્ર સ્વામી દેવસ્થાનમ્ છે. જોકે, મુખ્ય આરોપ છે કે ભગવાન રામનું નામ બદલીને રામચંદ્ર સ્વામીની જગ્યાએ રામનારાયણ સ્વામી કરી દેવાયું છે.
શૉર્ટ વીડિયો
ભારત/વિદેશ
ઈરાન અને અમેરિકા વચ્ચે વાતચીતના મધ્યસ્થી તરીકે પાકિસ્તાનનું નામ આવવું એ શું પીએમ મોદીની 'કૂટનીતિક હાર' છે?
વડા પ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા કેટલાક દિવસોથી ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન સાથે સતત સંપર્કમાં છે અને વિદેશ મંત્રી એસ. જયશંકર પણ ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીના સંપર્કમાં છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 24 માર્ચે પીએમ મોદીને ફોન પણ કર્યો પરંતુ પાકિસ્તાનનું નામ 'પીસ ટૉક'માં આવવાની વાતને કેટલાક વિશેષજ્ઞો ભારત માટે 'ઝાટકા સમાન' માની રહ્યા છે.
ઈરાનમાં પારસીઓ પર આરબોનું આક્રમણ થયું ત્યારે ગુજરાત આવતાં પહેલાં ક્યાં રોકાયા હતા?
તમને ખબર છે કે વર્ષો પહેલાં ઈરાનથી ગુજરાત આવેલા પારસીઓનો ઈરાનના હોર્મુઝ સાથે જૂનો સંબંધ છે? તમે જાણો છો કે ઈરાનથી ગુજરાત આવવા પહેલાં પારસીઓ હોર્મુઝ ખાતે રોકાયા હતા? શું કહે છે હોર્મુઝનો ઇતિહાસ, તે જોઈએ.
'દીકરી હું તારા હત્યારાને માફ કરું છું...' મૃત પુત્રીને માતાનો પત્ર
આ પત્રમાં એક માએ માફ કરવાની ભાવના કઈ રીતે મેળવી એ અંગે અને પોતે કેમ ગુનાના પીડિત અને ગુનેગાર વચ્ચે ખુલ્લા સંવાદને પ્રોત્સાહન આપે છે એ અંગે વાત કરી.
IPL: શું ધોની આ સિઝન રમશે, તેમની નિવૃત્તિ પર ફરી કેમ ચર્ચા થઈ રહી છે?
ધોની ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 19મી સિઝનમાં રમવાના છે અને હાલ 45 વર્ષની વયના છે. તેઓ આઈપીએલની અત્યાર સુધીની તમામ સિઝનમાં રમ્યા છે. જોકે, તેઓ છેલ્લે આંતરરાષ્ટ્રીય મૅચ સાડા છ વર્ષ પહેલાં રમ્યા હતા અને ઈજાઓ સામે ઝઝૂમતા હોવા છતાં આઈપીએલ સતત રમતા રહ્યા છે.
8,200 વર્ષ પહેલાં હજારો માઇલ દૂર એવું શું થયું જેને કારણે ભારતમાં દુકાળ પડ્યો?
પૃથ્વીના એક ક્ષેત્રમાં આબોહવા પરિવર્તનનો પ્રભાવ તેનાથી હજારો કિલોમીટર દૂર આવેલા અન્ય પ્રદેશના ચોમાસાને બદલી શકે, એ વાત આશ્ચર્યજનક લાગે છે. 8,200 વર્ષ પહેલાં હજારો માઇલ દૂર આબોહવામાં થયેલાં પરિવર્તનોની અસર ભારતના ચોમાસા પર કેવી રીતે પડી હતી?
ઍપ્સ્ટીન ફાઇલ્સ : 'બધું નૉર્મલ હતું અને...', જન્મદિને જ તેના પર બળાત્કાર ગુજારાયો
અમેરિકાના ન્યાય વિભાગે ઍપ્સ્ટીન સંબંધી અલગ-અલગ તપાસના લાખો દસ્તાવેજો જાહેર કર્યા, પરંતુ બધું ઍડિટ કર્યા વિનાની કેટલીક સામગ્રીને લીધે ઍપ્સ્ટીનની પીડિતાઓની ઓળખ છુપાવી શકાઈ ન હતી. બીબીસી ન્યૂઝનાઇટે ઍપ્સ્ટીનનાં કૃત્યોનો ભોગ બનેલાં પાંચ પીડિતાઓ સાથે પહેલીવાર એક ઓરડામાં વાતચીત કરી હતી.
ઈરાનના ડ્રોન-મિસાઇલ હુમલા છતાં અખાતના દેશોએ કેમ પલટવાર ન કર્યો, જાણો કારણ
અત્યાર સુધી કતાર અને અન્ય અખાતના દેશોએ વારંવાર નિશાન બનાવાયા છતાં ઈરાન સામે જવાબી કાર્યવાહી નથી કરી.
ત્રણ ભાઈઓએ દરિયામાં 132 દિવસ સુધી હોડી ચલાવીને 15,000 કિમીની સફર કેવી રીતે પૂરી કરી?
ત્રણ સાહસિક ભાઈઓએ ખતરનાક સમુદ્રમાં કેટલાય મહિનાઓ સુધી નૌકા ચલાવી અને એક અનોખી સિદ્ધિ મેળવી છે.
ગ્રાફ્ટિંગ : પ્રથમ વખતમાં જ 25 લાખની આવક, એ ટેકનિક જેનાથી ખેતીમાં ઉપજ ત્રણ ગણી થઈ
આ એક યુવાને ઉત્તર ભારતની પ્રથમ ગ્રાફ્ટિંગ નર્સરી સ્થાપી હોવાનો દાવો કરે છે. આ પદ્ધતિ કઈ રીતે કામ કરે છે અને તેનાથી ખેડૂતોને કેટલો ફાયદો થાય છે તે જાણો.
પૉડકાસ્ટ : દુનિયા જહાન
આંતરરાષ્ટ્રીય ઘટનાઓને સમજાવતો કાર્યક્રમ



























































