'ધુરંધર' ફિલ્મ પછી ભારતમાં ચર્ચામાં આવેલા 'રિયલ લાઇફ'ના SP અસલમ ચૌધરીનાં પત્નીએ સંજય દત્ત વિશે શું કહ્યું?

વીડિયો કૅપ્શન, ‘ધુરંધર’ ફિલ્મ પછી ભારતમાં ચર્ચામાં આવેલાં અસ્લમ ચૌધરીનાં પત્નીનો ખાસ ઈન્ટરવ્યૂ
'ધુરંધર' ફિલ્મ પછી ભારતમાં ચર્ચામાં આવેલા 'રિયલ લાઇફ'ના SP અસલમ ચૌધરીનાં પત્નીએ સંજય દત્ત વિશે શું કહ્યું?

ગત વર્ષે રજૂ થયેલી ફિલ્મ 'ધુરંધર'માં રણવીરસિંહ, અક્ષય ખન્ના અને અર્જુન રામપાલ ઉપરાંત એક મહત્ત્વપૂર્ણ ભૂમિકા સંજય દત્તની હતી.

ફિલ્મમાં સંજય દત્તે પાકિસ્તાનના લ્યારી શહેરના એસપી (સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ) અસલમ ચૌધરીની ભૂમિકા ભજવી હતી.

ફિલ્મો બીજો ભાગ આવતા મહિને રજૂ થવાનો છે. જેમાં રૂપેરી પરદે રણવીરસિંહ અને અસલમ ચૌધરીની વચ્ચે કેવા ખેલ ખેલાય છે, તે જોવું સિનેરસિકો માટે રસપ્રદ બની રહેશે.

ત્યારે રિયલ લાઇફના એસપી અસલમ ચૌધરીનાં પત્ની નોરીનની ફરિયાદ છે.

બીબીસી ઉર્દૂનાં શુમૈલા ખાન સાથેની વિશિષ્ટ મુલાકાતમાં તેમણે રિલ-લાઇફમાં અને 'ઍન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ'ની કઠોર વાસ્તવિકતા વચ્ચેના વિરોધાભાસ ઉપર પ્રકાશ પાડ્યો હતો.

જેમાં તેમણે અસલમ ચૌધરીનાં અંગજીવન, તેમને મળતી ધમકીઓ, અને મૃત્યુ સહિતની વાતો કરી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન