ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી હવે કયા વિસ્તારોમાં કરવામાં આવી છે?
એપ્રિલ મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને રાજ્યના ઘણા ભાગોમાં સખત ગરમી અનુભવાઈ રહી છે ત્યારે કેટલાક જિલ્લામાં વરસાદ પડવાની આગાહી પણ છે.
ત્રીજી અને ચોથી એપ્રિલે કેટલાક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે જે દરમિયાન પવનની ઝડપ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાક રહેશે. ખાસ કરીને બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, અમરેલી, ભાવનગર અને કચ્છમાં કેટલાક ભાગોમાં ઝાપટાં પડી શકે છે.
ચોથી એપ્રિલે પાટણ, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, અમરેલી અને ભાવનગરમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે.
અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આજે મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ રહેવાની આગાહી છે જ્યારે લઘુતમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે.
ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી હવે કયા વિસ્તારોમાં કરવામાં આવી છે? જુઓ આ વીડિયોમાં.

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



