એપ્રિલ મહિનામાં હવે કમોસમી વરસાદને લઈને શું છે આગાહી?
એપ્રિલ મહિનામાં હવે કમોસમી વરસાદને લઈને શું છે આગાહી?
માર્ચ મહિનાના છેલ્લા અઠવાડિયા દરમિયાન ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છુટાછવાયાં સ્થળોએ હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ પડવાની આગાહી હતી.
એ પછી આ વિસ્તારોમાં વાદળો બંધાયાં હતાં અને વાદળછાયું વાતાવરણ રહ્યું હતું, જોકે, વ્યાપક રીતે નોંધપાત્ર વરસાદ નહોતો પડ્યો, જેના કારણે ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો.
જોકે, નવા મહિનાની શરૂઆતમાં ગુજરાતના ખેડૂતોને માટે મુશ્કેલી ઊભી થાય એવી શક્યતા દેખાય રહી છે. જેની શરૂઆત બીજી એપ્રિલથી શરૂ થશે. આવતા અઠવાડિયાના મધ્યભાગ સુધી વાતાવરણમાં પલટો જોવા મળશે.
તે ગુજરાતના કયા-કયા વિસ્તારોમાં જોવા મળશે તથા તેના કારણે કેવી અસર જોવા મળશે, જાણો આ વીડિયોમાં.

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



