ઇસુદાન ગઢવી પોલીસ કસ્ટડીમાંથી છૂટ્યા બાદ શું બોલ્યા?
ઇસુદાન ગઢવી પોલીસ કસ્ટડીમાંથી છૂટ્યા બાદ શું બોલ્યા?
પાર્ટીના કાર્યકર્તાઓ પર ખોટા કેસ કરાયા હોવાની રજૂઆત સાથે ગુજરાત આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ઇસુદાન ગઢવી બુધવારે ખંભાળિયા પોલીસ સ્ટેશન ગયા હતા.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ડીવાયએસપી વિસ્મય માનસેતાએ જણાવ્યું હતું કે ખંભાળિયા પોલીસ દ્વારા ઇસુદાન ગઢવી સહિત 30 જેટલા શખ્સોની રાયોટિંગ, ફરજમાં રુકાવટ સહિતના આરોપ સબબ તેમની અટકાયત કરવામાં આવી હતી.
એ પછી બુધવારે મોડી રાત્રે તેમને મુક્ત કરવામાં આવ્યા હતા. મુક્ત કરાયા બાદ તેમણે કહ્યું 'અમે કોઈનાથી ગભરાવવાના નથી.'
સમગ્ર ઘટનાક્રમ અંગે ગુજરાત ભાજપે કહ્યું કે 'આ આમ આદમી પાર્ટીનાં નાટકો છે.'

ઇમેજ સ્રોત, Isudan Gadhvi fb
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



