ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેના યુદ્ધવિરામને આગળ વધાર્યો, પાકિસ્તાન વિશે શું કહ્યું? - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Daniel Heuer/Bloomberg via Getty Images
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધવિરામને આગળ વધાર્યો છે. જોકે, તેમણે કહ્યું છે કે નાકાબંધી ચાલુ રહેશે.
ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું, "ઈરાનની સરકાર અંદરખાને વહેંચાયેલી છે. જેવી કે આશા હતી. પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ આસિમ મુનીર અને વડા પ્રધાન શહબાઝ શરીફે માંગ કરી છે કે ઈરાન પર હુમલો ત્યાં સુધી રોકવામાં આવે જ્યાં સુધી તેના નેતા અને પ્રતિનિધિ એક પ્રસ્તાવ લઈને નહીં આવે."
ટ્રમ્પે લખ્યું, "તેથી મેં મારી સેનાને આદેશ આપ્યો છે કે નાકાબંધી જારી રહેશે અને અન્ય મામલે તેઓ તૈયાર રહે. યુદ્ધવિરામને ત્યાં સુધી વધારાશે જ્યાં સુધી તેમનો પ્રસ્તાવ સામે નહીં આવે અને વાતચીત પૂર્ણ નહીં થાય. પછી પરિણામ જે પણ હોય."
વ્હાઇટ હાઉસે પુષ્ટિ કરી છે કે ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સની પાકિસ્તાન યાત્રા રદ કરી દેવામાં આવી છે.
વેન્સ આ મહિનામાં બીજી વખત ઇસ્લામાબાદ જવાના હતા. તેઓ બુધવારે ત્યાં પહોંચવાના હતા જેથી ઈરાની અધિકારીઓ સાથેની સમજૂતીને આખરી ઓપ આપવામાં આવે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન























