You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એ મહિલાની કહાણી જે ઍમ્બ્યુલન્સનાં ડ્રાઇવર તરીકે કામ કરે છે
આપણી આસપાસ એવા અનેક કામદારો હોય છે, જેને આપણે નિયમિત રીતે જોતા હોઈએ છીએ, પરંતુ તેમની કામગીરી કેટલી મહત્ત્વપૂર્ણ અને કપરી છે, તેનો કદાચ આપણને અંદાજ પણ નથી હોતો.
આવું જ એક કામ ઍમ્બુલન્સ ડ્રાઇવરનું છે. તત્કાળ ક્યાંક ધસી જવાનું અને પછી દર્દી સાથે તરત જ હૉસ્પિટલે પહોંચવાનું. રસ્તામાં ટ્રાફિક, દર્દીની સ્થિતિ અને સમયનું પણ ધ્યાન રાખવાનું.
આ બધું ખૂબ જ તણાવભર્યું અને માનસિક રીતે થકવી દેનારું હોય છે, કારણ કે દર્દીની અવસ્થા કંપાવનારી પણ હોય શકે છે. મોટાભાગે તમે આ કામ કરતા પુરુષોને જ જોયા હશે.
પરંતુ આંધ્ર પ્રદેશના વિજયવાડામાં કલ્પના નામનાં મહિલા આ કામ કરે છે.
શું છે કલ્પનાની કહાણી અને તેમને આ કામ મેળવવા માટે અને મેળવ્યા પછી કેટલો સંઘર્ષ કરવો પડ્યો, તેમની પાસેથી જાણીએ.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન