ઇસુદાન ગઢવીની અટકાયત અંગે ધારાસભ્ય ચૈતર વસાવાએ શું કહ્યું?

વીડિયો કૅપ્શન, ઈસુદાન ગઢવીની અટકાયત અંગે ચૈતર વસાવાએ શું કહ્યું?
ઇસુદાન ગઢવીની અટકાયત અંગે ધારાસભ્ય ચૈતર વસાવાએ શું કહ્યું?

આમ આદમી પાર્ટીના ડેડિયાપાડા બેઠકના ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું છે કે, "અમે (આમ આદમી પાર્ટી) તમારા (સરકાર) ખોટા કેસોથી ડરવાના નથી..."

બુધવારે ગુજરાત આપના અધ્યક્ષ ઇસુદાન ગઢવીની અટકાયત કરવામાં આવી હતી, એના વિશે પ્રતિક્રિયા આપતા ચૈતર વસાવાએ આ વાત કહી હતી અને સરકારની ઉપર આરોપો લગાવ્યા હતા.

પોલીસનું કહેવું છે કે ઇસુદાન ગઢવી સહિત 30 જેટલા લોકો સામે ફરજમાં અડચણ ઊભી કરવી અને રાયોટિંગ સહિત ભારતીય ન્યાય સંહિતાની અલગ-અલગ કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે તથા તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે બુધવારે સાંજે ઇસુદાન ગઢવીને છોડી મૂક્યા હતા.

સમગ્ર ઘટનાક્રમ અંગે ભાજપનું કહેવું છે કે 'આ આમ આદમી પાર્ટીનાં નાટકો છે.'

ચૈતર વસાવા, આમ આદમી પાર્ટી, આપના નેતાઓ સામે કેસ, ઇસુદાન ગઢવીની અટકાયત અને છૂટકારો, ગુજરાત રાજકારણ, ગુજરાત ચૂંટણી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, @Chaitar_Vasava

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન