તમને ખબર છે અવકાશયાત્રી અંતરીક્ષમાં ટૉઇલેટ કેવી રીતે જાય છે?

વીડિયો કૅપ્શન, અવકાશયાત્રી અંતરીક્ષમાં ટૉઇલેટ કેવી રીતે જાય છે?
તમને ખબર છે અવકાશયાત્રી અંતરીક્ષમાં ટૉઇલેટ કેવી રીતે જાય છે?

ચંદ્ર પર અવકાશયાત્રીને મોકલવા માટેનું મિશન આર્ટિમિસ-2 રવાના થઈ ગયું છે.

ભારતીય સમય મુજબ ગુરુવારે વહેલી સવારે રવાના થયા બાદ દિવસભર તેણે પૃથ્વીનાં ચક્કર કાપ્યાં હતાં. ભારતીય સમય મુજબ તે શુક્રવારે સવારે પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી બહાર નીકળશે.

આ અવકાશયાત્રી 10 દિવસના અભિયાન પર છે, આ દરમિયાન તેઓ ચંદ્રની જમીન ઉપર ઊતરશે નહીં, પરંતુ તેનાં ચક્કર મારશે.

ત્યારે અવકાશયાત્રિકો સ્પેસમાં ટૉઇલેટ જઈ શકે, તે માટેની વ્યવસ્થા વિકસાવવા માટે નાસાના વૈજ્ઞાનિકોએ 23 મિલિયન ડૉલરનો ખર્ચ કર્યો હતો.

એ પછી જે સિસ્ટમ વિકસાવાઈ તેને 'યુનિવર્સલ વેસ્ટ મૅનેજમૅન્ટ સિસ્ટમ' તરીકે ઓળખવામાં આવે છે. આ વ્યવસ્થામાં મળ તથા યુરિનનો કેવી રીતે નિકાલ થાય છે, જાણો આ વીડિયોમાં.

ઇમેજ સ્રોત, NASA

ઇમેજ કૅપ્શન, આઇએસએએસ ખાતેનું ટૉઇલેટ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન