You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કાશ્મીરની છોકરીઓને દિલ્હીમાં ભાડે ઘર શોધવામાં કેવો સંઘર્ષ કરવો પડે છે?
આ માત્ર ગાફિરાની કહાણી નથી, તેમનાં જેવી અનેક છોકરીઓની કે જે કાશ્મીરથી દિલ્હી અભ્યાસ માટે કે કામ કરવા આવે છે. સામાન્ય રીતે જે તપાસ એક મામૂલી ફોન કૉલથી શરૂ થાય છે. પહેલા તેમનો જવાબ મળવાનો બંધ થઈ જાય છે અને બાદમાં અચાનક ઇન્કાર અને સુરક્ષાની ચિંતા જેવાં બહાનાં સામે આવવાં લાગે છે.
જેમ કે એકરાને જ લઈ લો જેઓ કેટલાંક વર્ષો પહેલાં ભણવા માટે દિલ્હી આવ્યાં. કેટલાય મહિના તેઓ ઘર શોધતાં રહ્યા. ત્યાં સુધી કે એક ઘર મળવાની નજીક પહોંચ્યાં બાદ પણ તેનાથી તેઓ વંચિત રહી ગયાં.
કેટલાક લોકો ઘર શોધતાં પોતાનાં સપનાં પણ ગુમાવી દે છે. નૂરને દિલ્હી યુનિવર્સિટીમાં પ્રવેશ મળ્યો પણ બ્રોકર્સના કડક સવાલોથી તેમને લાગ્યું કે દિલ્હીવાળા કશ્મીરીઓથી ડરે છે.
આથી તેઓ દિલ્હીથી કાશ્મીર પરત ફરવા મજબૂર થઈ ગયાં.
નાસીર એક ઍક્ટિવિસ્ટ છે જે એવા વિદ્યાર્થીઓની મદદ કરે છે જેમને ઘર શોધવામાં તકલીફ પડે છે.
અમે કેટલાક મકાન માલિકો સાથે પણ વાત કરી. જેમાંથી એક સિમિતા ગુપ્તા છે, જે પોતાનું ઘર લઘુમતીઓને અને એકલી છોકરીઓને પણ ભાડે આપે છે.
તેમણે અમને જણાવ્યું કે આ નિર્ણય તેમના માટે પણ સરળ નથી હોતો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન