નોકરીનો અનુભવ ન હોય તો પહેલી જૉબ માટે તૈયારી કેવી રીતે કરવી, જાણો પાંચ ટિપ્સ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, સ્ટાર મૅકફારલૅન
    • પદ, બિઝનેસ રિપોર્ટર
  • વાંચવાનો સમય: 5 મિનિટ

અઝીમ પ્રેમજી યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં "કામકાજી ભારતની પરિસ્થિતિ" વિશે એક અભ્યાસ સાર્વજનિક કરવામાં આવ્યો હતો.

જેમાં જણાવાયા પ્રમાણે, ભારતમાં 15થી 29 વર્ષ વચ્ચેની ઉંમરના 36 કરોડ 70 લાખ યુવા છે.

ભારતમાં વિશ્વના સૌથી વધુ યુવા છે. ભારતમાં કામકાજી લોકોની ઉંમરનો ત્રીજો ભાગ આ વયજૂથનો છે.

યુનિવર્સિટીના અભ્યાસ પ્રમાણે એમાંથી 26 કરોડ 30 લાખ યુવક-યુવતી એવા છે કે જેઓ હાલમાં કોઈ શાળા કે કૉલેજમાં અભ્યાસ નથી કરી રહ્યા. મતલબ કે હાલ તેઓ કોઈ રોજગાર કરી રહ્યા છે અથવા તો ટૂંક સમયમાં શરૂ કરશે.

આથી જ તેમને 'સંભવિત કામકાજી સમૂહ' તરીકે ઓળખવામાં આવે છે. આ અભ્યાસને કારણે ભારતમાં બેકારી અંગેની ચર્ચા પણ ફરી શરૂ થઈ ગઈ છે.

જાણકારોનું કહેવું છે કે નોકરી મેળવવા માટે યુવાનોએ કેટલીક બાબતોની ઉપર ધ્યાન આપવું જોઈએ. આથી, ફૂલ-ટાઇમ કે પાર્ટ-ટાઇમની પહેલી નોકરી મેળવવા માટે આ કેટલીક બાબતો ઉપર ધ્યાન આપો.

કૌશલ્ય ઉપર ધ્યાન આપો, નોકરી ઉપર નહીં

ઇમેજ સ્રોત, Getty Images

જાણકારોનું કહેવું છે કે તમારી પહેલી નોકરી કઈ છે કે કેવી છે એ બાબત મહત્ત્વપૂર્ણ નથી. પરંતુ તમે ભાવિ કારકિર્દી માટે નોકરીની સાથે જે કૌશલ્ય શીખો તે અગત્યનું છે.

દાખલા તરીકે, યુનિવર્સિટી ઑફ બાથ ખાતે હૅડ ઑફ કૅરિયર્સનાં વડાં ગિલીન ડૅલ કહે છે કે દાખલા તરીકે અમુક નોકરીઓમાં સોશિયલ અને કૉમ્યુનિકેશન સ્કિલ્સના અનુભવની જરૂર પડે છે. ત્યારે ઍન્ટ્રી લેવલ જૉબ તમને આ પ્રકારનું કૌશલ્ય વિકસાવવામાં મદદ કરી શકે છે.

ડૅલ કહે છે, "તમારી નજીકની દુકાને આવનારો ગ્રાહક તમારા ક્લાયન્ટ હોય શકે છે અથવા તે તમને સૉફ્ટવેર બનાવવાનું કામ આપી શકે છે."

"તમને જે કંઈ કરવા માટે કહેવામાં આવે, તે સારી રીતે કરી દેખાડો અને તેમની સાથે સારી રીતે કૉમ્યુનિકેટ કરી શકો, તે બાબત મહત્ત્વપૂર્ણ છે."

શાર્લેટ બોસવર્થ લાઇફટાઇમ ટ્રેનિંગનાં સીઈઓ છે. તેમની કંપની નંદુસ અને બીઍન્ડક્યૂ ઉપરાંત યુકેના ડિપાર્ટમેન્ટ ઑફ ઇન્ટરનૅશનલ ટ્રેડ સાથે કામ કરે છે.

તેઓ કહે છે, "જો તમે પહેલાંથી નોકરી કરી હોય, તો જ તમે નોકરીને કાબેલ છો."

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ

Sorry, we can’t display this part of the story on this lightweight mobile page.

નોકરીદાતા હંમેશાં 'નૅક્સ્ટ જનરેશન ઍમ્પોયી'ની શોધમાં હોય છે. તેમને એવા અરજદારની શોધ હોય છે કે જેને એઆઈ (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) ઉપર હથરોટી હોય.

એઆઈ સ્કિલ્સનો ઉપયોગ કરીને તમે નોકરી માટેની અરજી પણ લખી શકો છો. જેમ કે તમે કંપનીની વેબસાઇટની લિંકની એઆઈમાં નાખો અને તેની સાથે જે નોકરી માટે અરજી મંગાવવામાં આવી હોય, તેનું વર્ણન નાખો.

એ પછી AIને પ્રૉમ્પ્ટ આપો કે 'આ કંપની કેવા પ્રકારના કર્મચારીઓ શોધી રહી છે, તેમના વિશે મને પાંચ મહત્ત્વપૂર્ણ બાબતો જણાવો.'

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

આ રીતે તમે નોકરી માટેનું આવેદનપત્ર તૈયાર કરી શકો છો અને તમારા કૌશલ્યને વધુ સારી રીતે દેખાડી શકો છો.

ડૅલ કહે છે કે જો ઇન્ટરવ્યૂ માટે તમારું નામ શૉર્ટ લિસ્ટ થાય, તો તમે કંપની તથા તેના ડિપાર્ટમેન્ટ વિશે વિવરણ આપીને તમને કેવા પ્રકારના સવાલ પૂછાય શકે, તેના વિશેના સવાલો એઆઈની મદદથી તૈયાર કરી શકો છો.

જોકે, ડૅલ રિઝ્યુમ લખવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવા સામે ચેતવે છે.

તેઓ કહે છે, "કંપનીઓ તમે જેવા છો, એવા જ જોવા ઇચ્છે છે. તમારી ઉંમર કરતાં 10 વર્ષ મોટા નહીં, જેનું પ્રોગ્રામિંગ એઆઈથી થયું હોય."

"પર્ફૅક્ટ નકલ બનવાને કારણે થોડીઘણી ખામીવાળા અસલ બનવું સારું."

રૂબરૂ જઈને તમારી ઓળખ આપો

ઇમેજ સ્રોત, Getty Images

શાર્લેટ કહે છે કે નાનો ધંધો હોય કે સ્વતંત્ર વ્યવસાય – સ્થાનિક કાફૅ, દુકાન કે પબ – ત્યાં જઈને રૂબરૂમાં મળવું એ તમારો આત્મવિશ્વાસ દેખાડે છે તથા તેના કારણે તમે ઇન્ડસ્ટ્રી વિશે શીખવાની ધગશ ધરાવો છે, એ વાત છતી થાય છે.

તમને પણ અલગ-અલગ કાર્યસ્થળોને જાતે જોવાની તક મળશે, જેના આધારે તમે કેવા પ્રકારના વાતાવરણમાં કામ કરવા માંગો છો, તેના વિશે તમે જાતે નિર્ણય લઈ શકશો.

શાર્લેટ કહે છે, "તમે ઑનલાઇન ઍપ્લિકેશન કરી હોય, તો પણ તમારે રૂબરૂમાં જઈને પોતાની ઓળખ આપવી જોઈએ અને જૉબ વિશે સવાલ પૂછવા જોઈએ."

"આ સિવાય કંપની વિશે પણ રસ દાખવવો જોઈએ. આમ કરવાથી તમારો રિઝ્યૂમ અન્યોની સરખામણી આગળ આવી શકે છે."

જે કંપનીઓ નોકરી માટે જાહેરાત બહાર ન પાડતી હોય, ત્યાં જઈને નોકરી માટે રસ દાખવશો, તો ભવિષ્યમાં જ્યારે ક્યારેય કર્મચારીની જરૂર ઊભી થશે, ત્યારે તેઓ તમારા નામ ઉપર વિચાર કરી શકે છે.

ઍપ્લિકેશન લેટરમાં વ્યક્તિત્વ ઝળકાવો

ઇમેજ સ્રોત, Getty Images

તમે કોણ છે તથા તમે કઈ બાબતો માટે ઉત્સાહિત છો, તેના વિશે કંપનીઓને જણાવવા માટે કવર લેટર (રિઝ્યૂમની સાથે મોકલવામાં આવતો લેટર) એ ઉત્તમ માધ્યમ છે.

બાસ રામૈયા યુકેની યૂથ ઍમ્પ્લોયમેન્ટ સોસાયટીના રિસર્ચ ઍન્ડ પૉલિસી ડાયરેક્ટર છે. તેઓ કહે છે કે તેનાથી કંપનીને "અણસાર" મળે છે કે તમે નોકરીની અરજી કરવા માટે સમય કાઢ્યો છે.

તેઓ કહે છે, "તે (કવર લેટર) વ્યક્તિત્વને ઝળકાવવાની તક છે."

શાર્લેટ બોસવર્થ કહે છે કે ઘણાં બધાં કારણોસર કંપનીઓ યુવા કર્મચારીને કામે રાખવા માંગતી હોય છે, ત્યારે કવર લેટર દ્વારા તમે એ દેખાડી શકો છો કો તમે કંપની માટે શું કરી શકો એમ છો.

સંશાધનો ઉપર નજર રાખો

વીડિયો કૅપ્શન, આ વર્ષે ચોમાસા પર ભાર? અલ નીનો બનશે તો તેની શું અસર થશે?

આજે અનેક ગ્રૂપ્સ એવા છે કે જે યુવા લોકોને નોકરી મેળવવામાં મદદ કરે છે. આ સિવાય અલગ-અલગ પ્રકારની મફત ઑનલાઇન ટ્રેનિંગ પણ ઉપલબ્ધ છે.

બાસ રામૈયા કહે છે, "કેટલાંક સ્થાનિક જૂથો, સ્વૈચ્છિક સંસ્થાઓ અને સંગઠનો નોકરી મેળવવા માટે સંઘર્ષ કરી રહેલા યુવાનોને મદદ કરતા હોય છે. જોકે, સમસ્યા એ છે કે યુવાનો તેમના વિશે જાણતા નથી હોતા."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન