અડવાણીને ગાંધીનગરથી ટિકિટ નહીં, શું અડવાણીનો યુગ આથમી ગયો?

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, અજય સિંહ
    • પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે
  • વાંચવાનો સમય: 3 મિનિટ

ભાજપે ગુરુવારે 2019ની લોકસભા ચૂંટણી માટેના 184 ઉમેદવારોની પોતાની પ્રથમ યાદી બહાર પાડી દીધી છે.

તેમાં ગાંધીનગર બેઠક પરથી લાલકૃષ્ણ અડવાણીની જગ્યાએ અમિત શાહનું નામ ઘોષિત કરવામાં આવ્યું છે.

અડવાણી આ બેઠક પર સૌપ્રથમ 1991માં ચૂંટાયા હતા જે બાદ 1998થી તેઓ સતત ચૂંટાતા આવ્યા છે.

જોકે, આ વખતે પક્ષે તેમને અહીંથી ચૂંટણી લડવાની તક આપી નથી.

આ એક પ્રકારનું નેચરલ ટ્રાન્ઝિશન છે. અડવાણી હવે એ સ્થિતિમાં નથી કે તેઓ સક્રિય રીતે પ્રચાર અભિયાન ચલાવી શકે.

ચૂંટણીમાં જેવી રીતે પરસેવો પાડવો પડે છે તેના માટે અડવાણીની ઉંમર ઘણી વધારે છે.

આને ભાજપ પક્ષને એક પેઢી પાસેથી બીજી પેઢીના હાથમાં જતો જોઈ શકાય છે બીજું કંઈ નહીં.

અમિત શાહ-અડવાણીની સરખામણી યોગ્ય?

ઇમેજ સ્રોત, Getty Images

અડવાણીની બેઠક પરથી અમિત શાહના લડવા પર કેટલાક લોકો ભલે કહે કે ભાજપના અધ્યક્ષનું કદ અડવાણીની સમકક્ષ થઈ ગયું છે, પરંતુ કોઈ બેઠક પરથી લડવાને કારણે કોઈનું કદ વધતું કે ઘટતું નથી.

જો આ જ માપદંડ હોય તો તમે વારાણસીથી કોઈ પણ એવા નેતા તમને યાદ નહીં હોય જેનું કદ વડા પ્રધાન જેટલું મોટું થઈ ગયું હોય.

વારાણસીથી મોદી જીત્યા એનો એ મતલબ નથી કે તેઓ બેઠકને કારણે મોટા થયા. એ નેતાની પોતાના વ્યક્તિત્વ પર આધાર રાખે છે.

બેઠકોનો નેતાના કદ સાથે કોઈ સંબંધ હોતો નથી. આમ પણ ગાંધીનગરથી અમિત શાહ લડી રહ્યા છે. એમાં કોઈ શંકા નથી કે તેઓ ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ છે.

ગાંધીનગરથી ચૂંટણી લડવાને કારણે અમિત શાહની તુલના અડવાણીથી કરવી યોગ્ય નહીં ગણાય. તેનાં કેટલાંક કારણો છે.

એક કારણ તો એ કે હવે જમાનો બદલાઈ ગયો છે. નેતૃત્વની પદ્ધતિઓ બદલાઈ ગઈ છે.

અડવાણી અને અમિત શાહ બંને અલગ-અલગ છે. અડવાણીનું કદ ઘણું મોટું છે. અમિત શાહને ત્યાં સુધી પહોંચવામાં ઘણો સમય લાગશે.

જોકે, આ એક રીતે અડવાણી યુગના અંત જેવું છે. એમાં કોઈ શંકા પણ રહી નથી.

દરેક માટે આથમવાનો સમય આવે છે

ઇમેજ સ્રોત, Getty Images

2009ની ચૂંટણીઓ બાદ એ સ્પષ્ટ થઈ ગયું હતું કે એ જમાનાના નેતાઓનો સમય હવે પૂર્ણ થઈ ગયો છે.

કોઈની ઉંમર 90 વર્ષની થઈ ગઈ હોય અને એ વિચારવું કે તેમનો યુગ હજી પણ રહેશે, તો એ ખૂબ મોટી વાત બની જશે.

ક્રિકેટમાં ખેલાડીઓ પોતાની નિવૃતિના નિર્ણયો ખુદ લે છે પરંતુ રાજનેતાઓની વિદાયને જોવમાં આવે તો જે રીતે અડવાણી હાંસિયામાં ધકેલાતા ગયા હવે એમની કોઈ વાત પણ કરતું નથી.

દરેક વ્યક્તિના જીવનમાં એક ઉતારણનો સમય આવે છે. એવું ના કહી શકાય કે આ સમયમાં તેમને કોઈ પૂછતું નથી કે એ સમયે ખૂબ પૂછતા હતા.

જો તમે યાદ કરો તો માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પક્ષમાં હરકિશન સિંહ સુરજીત હતા. તેઓ લાંબા સમય સુધી રાજકારણમાં સક્રિય રહ્યા. જોકે, અંત સમયે તેઓ પણ ફિકા પડી ગયા હતા.

જ્યોર્જ ફર્નાન્ડિસ સાથે પણ આવું જ થયું હતું. આ જીવનનું પ્રાકૃતિક ચક્ર છે અને તેને બદલી શકાતું નથી.

એવું ના કહી શકાય કે આપણે ભૂતકાળમાં જીવતા રહીએ અને એ વિચારીએ કે 30 વર્ષ પહેલાં તેનું કદ ખૂબ જ મોટું હતું. હજી પણ તેને એવું જ રાખવામાં આવે.

કદ સમય સાથે જોડાયેલું હોય છે

ઇમેજ સ્રોત, Getty Images

કોઈનું કદ તેમના સમય સાથે જોડાયેલું હોય છે. સમય બદલાવા સાથે વસ્તુઓ બદલાતી હોય છે.

અમિત શાહના ગાંધીનગરથી લડવાનો નિર્ણય પર પણ કહેવામાં આવી રહ્યું છે કે મોદી સરકાર બીજી વખત ચૂંટાઈ તો પક્ષમાં નંબર બેની હેસિયત પરથી સરકારમાં નંબર બેની હેસિયત પર આવી શકે છે.

જોકે, તેના પર અત્યારે કંઈ પણ કહેવું અનુમાન લગાવવા જેવી વાત હશે. કૅબિનેટમાં કોઈને લેવાનો નિર્ણય વડા પ્રધાનનો વિશેષાધિકાર હોય છે.

વર્ષ 2019માં ચૂંટણી તેમની જ અધ્યક્ષતામાં જ થઈ રહી છે, એટલે એમાં કોઈ ના નહીં પાડે કે તેમની ભૂમિકા મહત્ત્વની રહેશે.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો