આખું શહેર નારંગી રંગે કેમ રંગાઈ ગયું?

આખું શહેર નારંગી રંગે કેમ રંગાઈ ગયું?

આખું શહેર નારંગી રંગે રંગાઈ ગયું... ના ના આ કોઈ કૅમેરા ઇફેક્ટ નથી પણ આ ગ્રીસના ક્રેટે આઇલેન્ડનો આખો વિસ્તાર ખરેખર નારંગી રંગનો થઈ ગયો હતો.

આફ્રિકન ખંડમાંથી આવતી ધૂળના કારણે આખો વિસ્તાર કંઈક આવો દેખાતો હતો.

હેરાક્લિઓન શહેર આખું ધુળની ચપેટમાં આવી ગયું હતું. ઉત્તર આફ્રિકાના સહારાના રણમાંથી રેતી અને ધૂળના કણો ભારે પવનની સાથે ખેંચાઈને અહીં આવે છે ત્યારે આમ થાય છે, સ્થાનિક મીડિયા અનુસાર વિઝિબલિટી ઓછી થવાના કારણે અહીં આવતી કેટલીક ફ્લાઇટ્સ ડાઇવર્ટ કરવાની જરૂર પડી હતી.

મહત્ત્વનું છે કે અહીંથી જ્યારે વાવાઝોડું પસાર થાય છે ત્યારે વરસાદ સાથે જોરદાર પવન ફૂંકાય છે અને ધૂળ પણ ખેંચાઈ આવે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન