બિપરજોય વાવાઝોડાની અસર શરૂ, તોફાન પહેલાં દૃશ્યો જુઓ તસવીરોમાં

ઇમેજ સ્રોત, PAVAN JAYSWAL

ઇમેજ કૅપ્શન, માંડવી બીચ પર પાણી ફરી વળ્યું

હવામાન વિભાગના ડિરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રે ગુજરાતના કાંઠા વિસ્તારો તરફ આગળ વધી રહેલા બિપરજોય વાવાઝોડા અંગેની માહિતી મીડિયા સાથે શૅર કરી હતી.

તેમણે પત્રકારપરિષદમાં કહ્યું હતું કે, “વાવાઝોડું લૅન્ડફોલ થવાની શરૂઆત ગુરુવારે સાંજે છ વાગ્યા પછીથી શરૂ થશે, જે મધ્ય રાત્રિ સુધી ચાલુ રહેશે. વાવાઝોડું ટકરાશે એ વખતે પવનની ગતિ 120-130 કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. એક તબક્કે તે વધીને 145 કિલોમિટર પ્રતિ કલાક થઈ શકે છે.”

“હાલ મળી રહેલ વિગતો અનુસાર વાવાઝોડું કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચી બંદર વચ્ચે કચ્છના જખૌ બંદર પાસે ત્રાટકશે.”

ઇમેજ સ્રોત, Aman Studio, Kandla

ઇમેજ કૅપ્શન, કંડલા રાહતશિબિરમાં આશરો લેતાં મહિલા

વાવાઝોડાને પગલે સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોના લોકોને રાહતશિબિરોમાં સુરક્ષિત ખસેડાયા છે.

ઇમેજ સ્રોત, Aman Studio, Kandla

ઇમેજ કૅપ્શન, કંડલા રાહતશિબિર

વાવાઝોડું બિપરજોય ગુજરાત તરફ આગળ વધી રહ્યું હોવાથી ઘણાં લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા પડ્યા છે. રાહતશિબિરોમાં તેમની રહેવા-ખાવાની વ્યવસ્થા રાહતશિબિરોમાં જ કરવામાં આવી છે.

ઇમેજ સ્રોત, SACHIN PITHVA

ઇમેજ કૅપ્શન, દ્વારકામાં વાવાઝોડાની અસર

દ્વારકામાં બીચ પર વ્યાપક નુકસાન. દરિયાકિનારે 60 કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. દ્વારકાના દરિયાકિનારે કેબીનો અને શેડને નુકસાન થયું છે. લારીઓ-ગલ્લા પણ ફંગોળાઈ ગયાં છે.

ઇમેજ સ્રોત, SACHIN PITHVA

ઇમેજ કૅપ્શન, બેટ દ્વારકા

બેટ દ્વારકાની જેટી પર બિપરજોયની અસર થતાં જૅટી પર પાણી ફરી વળ્યાં.

ઇમેજ સ્રોત, DILIP MORI

ઇમેજ કૅપ્શન, ઓખા બંદર

ઓખા બંદરે પણ વાવાઝોડાના લીધે દરિયાનાં પાણી અંદર ઘૂસી ગયાં છે.

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA

ઇમેજ કૅપ્શન, રાજકોટમાં વરસાદ

વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્રમાં ઘણાં સ્થળે વરસાદ વરસવાનું શરૂ થઈ ગયો છે. રાજકોટમાં પણ સવારથી વરસાદ શરૂ થઈ ગયો છે.

ઇમેજ સ્રોત, DILIP MORI

ઇમેજ કૅપ્શન, ગીર સોમનાથના દરિયે ભારે પવન

ગીર સોમનાથના દરિયાકિનારા પર તેજ પવન ફૂંકાઈ રહ્યો છે. પવનની ગતિમાં વધારા સાથે દરિયામાં મોટાં મોજાં ઊછળી રહ્યાં છે. ઊંચાં મોજાંના કારણે બંદર પર ખાનગી કંપની અને માછીમારની બૉટને નુકસાન પણ થયું છે.