હવામાન સમાચાર : ગુજરાતમાં કમોસમી વરસાદને લઈને શું છે આગાહી, હવે ક્યાં પડશે માવઠું?

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં કમોસમી વરસાદને લઈને શું છે આગાહી?
હવામાન સમાચાર : ગુજરાતમાં કમોસમી વરસાદને લઈને શું છે આગાહી, હવે ક્યાં પડશે માવઠું?

ગુજરાતના હવામાનમાં ફરી પલટો આવ્યો છે અને ઘણાં વિસ્તારોમાં વાદળો છવાયાં છે.

સામાન્ય રીતે એપ્રિલ મહિના દરમિયાન ગુજરાતમાં ઉનાળાની અસર જોવા મળતી હોય છે.

પરંતુ અલગ-અલગ સિસ્ટમોની અસર હેઠળ ગુજરાતમાં ઉનાળા દરમિયાન તાપમાનમાં નોંધપાત્ર વધારો નહોતો જોવા મળ્યો.

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસો દરમિયાન ગરમી પડવાની શરૂઆત થઈ હતી, પરંતુ આગામી દિવસો દરમિયાન ફરી વાતાવરણમાં પલટો આવે તેવી શક્યતા છે.

જેની શરૂઆત રવિવારથી થઈ જશે અને ગુજરાતમાં કેટલાંક સ્થળોએ છૂટોછવાયો વરસાદ પડવાની આગાહી છે.

કઈ તારીખથી ગુજરાતમાં વરસાદનું જોર વધશે અને ક્યાં-ક્યાં કેવો વરસાદ પડી શકે છે, તેના વિશે વીડિયોમાં જાણો.

વીડિયો : દીપક ચુડાસમા

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન