ગુજરાતનું એવું ગામ, જ્યાં લોકો રસોઈ માટેનો ગૅસ જાતે જ બનાવે છે

વીડિયો કૅપ્શન, ગુજરાત: બનાસકાંઠાનું એક એવું ગામ જ્યાં લોકો રસોઈ માટેનો ગૅસ જાતે જ બનાવે છે
ગુજરાતનું એવું ગામ, જ્યાં લોકો રસોઈ માટેનો ગૅસ જાતે જ બનાવે છે

છેલ્લા કેટલાક દિવસોથી મધ્યપૂર્વ એશિયામાં તણાવ પ્રવર્તી રહ્યો છે, જેના કારણે હોર્મુઝની સામુદ્રધુનીના જળમાર્ગે આવી રહેલો એલપીજી ગૅસનો પુરવઠો અવરોધિત થયો છે.

સરકાર દ્વારા લોકોને પીએનજી (પાઇપ્ડ નેચરલ ગૅસ) અપનાવવા માટે આગ્રહ કરવામાં આવી રહ્યો છે, જેથી કરીને સમસ્યા વિકારળ ન બને.

ત્યારે ગુજરાતના એક ગામના 200 જેટલા પરિવારો ચારેક વર્ષથી રસોઈ માટેનો ગૅસ જાતે જ બનાવીને તેની મદદથી રસોઈ રાંધે છે.

આ ગૅસ કેવી રીતે બને છે, આ ગામડું ક્યાં આવેલું છે અને તેનાથી મહિલાઓને કેવી રાહ થઈ છે, જુઓ આ વીડિયોમાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન