ડોનાલ્ડ ટ્રમ્પના જીવનની ઓછી જાણીતી વાતો, તસવીરોમાં જુઓ તેમની સફર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રથમ પત્ની ઇવાના ઝેલ્નિકોવા સાથે ડોનાલ્ડ ટ્રમ્પને ત્રણ સંતાનો છે પરંતુ 1990માં બંનેએ છૂટાછડા લઈ લીધા. કોર્ટમાં બંને વચ્ચે ચાલેલી લડાઈ અખબારોમાં ચર્ચામાં રહી હતી
વાંચવાનો સમય: 5 મિનિટ

ડોનાલ્ડ જ્હૉન ટ્રમ્પનો જન્મ 14 જૂન 1946ના રોજ ન્યૂ યૉર્કના ક્વીન્સ વિસ્તારમાં થયો હતો.

તેઓ પોતાના પિતાનાં પાંચ સંતાનોમાં ચોથા નંબર પર હતાં. તેમના બે ભાઈના નામ ફ્રેડ જુનિયર અને રૉબર્ટ હતા, જ્યારે બે બહેનોનાં નામ મેરિએન અને ઍલિઝાબેથ છે. હાલમાં માત્ર ઍલિઝાબેથ જીવિત છે.

તેમના પિતા ફ્રેડ ન્યૂ યૉર્કની આસપાસના વિસ્તારોમાં એક સફળ કન્સ્ટ્રક્શન કંપની ચલાવતા હતા. ટ્રમ્પ સૌપ્રથમ 1968માં પિતાના વ્યવસાયમાં જોડાયા, પરંતુ ટૂંક સમયમાં જ મેનહૅટનના સૌથી પૉશ વિસ્તારમાં ઇમારતો બાંધવા લાગ્યા.

તેમણે કસિનો, ભવ્ય ટાવર, ગોલ્ફ કોર્સીસ અને હોટેલો બનાવી. ટ્રમ્પે ઍટલાન્ટા સિટી, શિકાગો, લાસવેગાસથી લઈને ભારત, તુર્કી અને ફિલિપાઈન્સ સુધી નિર્માણકામ કર્યું.

ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની તેજતર્રાર શૈલીના કારણે ન્યૂ યૉર્કના બિઝનેસ જગતમાં અલગ જ છબી બનાવી.

ત્યાંથી તેઓ મનોરંજન જગતમાં પ્રવેશ્યા. તેમના પોતાના શૉ 'ધ ઍપ્રેન્ટિસ'ના કારણે સ્ટારડમ પ્રાપ્ત કર્યું.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ટ્રમ્પ સૌપ્રથમ 1968માં પિતાના વ્યવસાયમાં જોડાયા હતા, પોતાના વિશાળ અને મહેલ જેવા ઘરમાં ડોનાલ્ડ ટ્રમ્પ

ટ્રમ્પે ત્રણ વખત લગ્ન કર્યાં છે અને તેમને પાંચ સંતાનો છે. તેમણે સૌપ્રથમ 1977માં ઇવાના ઝેલનીકોવા સાથે લગ્ન કર્યાં.

2005માં ટ્રમ્પે ત્રીજાં પત્ની મેલાનિયા નોસ સાથે લગ્ન કર્યાં હતાં. લગ્નનાં સાત વર્ષ અગાઉ તેઓ પહેલી વખત મળ્યાં, ત્યારે ટ્રમ્પ 52 વર્ષના હતા જ્યારે મેલાનિયા 28 વર્ષનાં હતાં.

2015માં ટ્રમ્પની રાજકીય કારકિર્દી શરૂ થઈ, જ્યારે તેમણે પોતાના પરિવારની હાજરીમાં ટ્રમ્પ ટાવર ખાતે એક પ્રેસ કૉન્ફરન્સ કરી અને રાષ્ટ્રપતિની ચૂંટણી માટે દાવેદારી જાહેરાત કરી હતી. તેમનું સૂત્ર હતું: "મેઇક અમેરિકા ગ્રેટ અગેન" (અમેરિકાને ફરીથી મહાન બનાવો).

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ન્યૂ યૉર્કના ટ્વિન ટાવરની ઉપર ઊડતા પોતાના હૅલિકૉપ્ટરમાં અખબાર વાંચતા ડોનાલ્ડ ટ્રમ્પ

વિવાદો અને કડવાશભર્યા ચૂંટણીપ્રચાર બાદ તેમણે ડેમૉક્રેટિક પાર્ટીના ઉમેદવાર હિલેરી ક્લિન્ટનને હરાવ્યાં અને 2017માં અમેરિકાના 45મા પ્રમુખ તરીકે શપથ લીધા હતા.

ટ્રમ્પ જ્યારે રાષ્ટ્રપતિ હતા ત્યારે અમેરિકાના સહયોગીઓ માટે અનિશ્ચિત સમય હતો. તેઓ ઘણી વાર વિદેશી નેતાઓ સાથે ખુલ્લેઆમ વિખવાદમાં ઊતરતા હતા.

તેમણે આબોહવા અને વેપારને લગતા મહત્ત્વના કરારોમાંથી પીછેહઠ કરી અને ચીન સામે વેપાર યુદ્ધ શરૂ કર્યું હતું.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 1977માં ડોનાલ્ડ ટ્રમ્પે ઇવાના ઝેલનીકોવા સાથે લગ્ન કર્યાં હતાં. ઇવાના ચેક ઍથ્લીટ અને મોડેલ હતાં અને તેમનાં ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ત્રણ સંતાનો છે.

તેમના રાષ્ટ્રપતિપદના અંતિમ વર્ષમાં કોવિડ આવ્યો અને તેમણે આ રોગચાળા વખતે બરાબર કામ નથી કર્યું તેવી ટીકા થઈ હતી. તેમને પોતાને પણ વાઈરસનો ચેપ લાગ્યો હતો જેથી 2020ના ચૂંટણી પ્રચાર દરમિયાન તેમણે વિરામ લેવાની ફરજ પડી હતી.

2020ની રાષ્ટ્રપતિપદની દોડમાં જો બાઇડન સામે ટ્રમ્પ હારી ગયા, પરંતુ ચૂંટણીમાં ગરબડ કરવામાં આવી હોવાનો દાવો કરીને તેમણે પરિણામ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. 6 જાન્યુઆરીએ તેમણે વોશિંગ્ટનમાં પોતાના સમર્થકોને કૉંગ્રેસ તરફ કૂચ કરવા વિનંતી કરી.

આ રેલીના કારણે તોફાન ફાટી નીકળ્યાં અને તેના કારણે ટ્રમ્પ સામે બે ફોજદારી કેસ થયા હતા.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ડોનાલ્ડ ટ્રમ્પ ત્રીજાં પત્ની મેલાનિયા સાથે, ડોનાલ્ડ ટ્રમ્પની આ તસવીર 2005ની છે. ટ્રમ્પે મેલાનિયા સાથે 2005માં લગ્ન કર્યાં હતાં. લગ્નનાં સાત વર્ષ પહેલાં બંને પહેલી વખત મળ્યાં હતાં.

તેમની રાજકીય કારકીર્દી પૂરી થઈ ગઈ એવું માનવામાં આવતું હતું. પરંતુ તેમણે બીજી વખત રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં ઉતરવાની જાહેરાત કરી અને થોડા જ સમયમાં રિપબ્લિકન પાર્ટીના ફ્રન્ટરનર બની ગયા.

ટ્રમ્પે પોતાના ચૂંટણી અભિયાનની શરૂઆત કરી ત્યારે તેમના પર 91 ગુનાહિત આરોપો હતા.

મે 2024માં તેમને 2016ની ચૂંટણી પહેલાં એડલ્ટ ફિલ્મોનાં અભિનેત્રી સ્ટૉર્મી ડેનિયલ્સને ચૂપ રહેવા માટે નાણા ચૂકવવા સંબંધિત છેતરપિંડીના ગુનામાં દોષી ઠેરવવામાં આવ્યા હતા.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ડોનાલ્ડ ટ્રમ્પ તેમના પુત્ર જુનિયર ડોનાલ્ડ ટ્રમ્પ અને દીકરી ઇવાંકા સાથે

ઉનાળામાં તેઓ ચૂંટણી પ્રચાર માટે રેલીઓ કરતા હતા ત્યારે પેન્સિલવેનિયામાં બટલર ખાતે એક 20 વર્ષીય બંદૂકધારીએ રેલીમાં તેની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.

ઇમેજ સ્રોત, The Washington Post/Getty Images

ઇમેજ કૅપ્શન, ન્યૂ યૉર્કના ટ્રમ્પ ટાવર પોતાની ઑફિસમાં ડોનાલ્ડ ટ્રમ્પ

તેના દિવસો પછી રિપબ્લિકન પાર્ટીના નેશનલ કન્વેન્શનમાં તેમને સત્તાવાર રીતે પાર્ટીના પ્રમુખપદના ઉમેદવાર ઘોષિત કરવામાં આવ્યા હતા.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ન્યૂ જર્સીના ઍટલાન્ટિક સિટીમાં તાજમહેલ કૅસિનોના ઉદ્ઘાટનના અવસર પર ફોટો માટે પોઝ કરતા ડોનાલ્ડ ટ્રમ્પ

ટ્રમ્પની આ જીતના કારણે તેઓ અમેરિકાના અત્યાર સુધીના સૌથી વૃદ્ધ રાષ્ટ્રપતિ બનશે. તેઓ પોતાના કાર્યકાળના અંત સુધીમાં 82 વર્ષના થઈ જશે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મૅનહૅટન પોતાના ટ્રમ્પ પ્લાઝા ઑફિસમાં વર્ષ 1987માં ફોન પર વાત કરતા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પોતાના પિતા ફ્રેડ સાથે ડોનાલ્ડ ટ્રમ્પ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વર્ષ 2018માં જર્મનીનાં ચાંસેલર એંગેલા મર્કેલ સાથે ડોનાલ્ડ ટ્રમ્પ. આ તસવીર કૅનેડામાં 2018માં આયોજિત જી-7 સમિટ દરમ્યાન લેવામાં આવી હતી.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વ્યવસાય સંભાળ્યા બાદ ટ્રમ્પે પોતાના પિતાના રહેણાક ઘર બનાવવાના વ્યવસાયનો વિસ્તાર કર્યો અને કંપનીનું નામ ટ્રમ્પ ઑર્ગેનાઇઝેશન રાખ્યું.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ટ્રમ્પ રિયાલિટી શો ધ ઍપ્રેન્સિટના હોસ્ટ બન્યા હતા જેમાં તેમનાં સંતાનો પણ સામેલ થયાં હતાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.