You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતના આ ગામમાં રાજીવ ગાંધીની યાદમાં આદિવાસી મેળો કેમ ભરાય છે?
કોઈ રાજનેતાની સ્મૃતિમાં જયંતી ઊજવાય કે કાર્યક્રમો થાય, એ તો સમજી શકાય, પરંતુ કોઈ રાજનેતાની સ્મૃતિમાં મેળો ભરાય એવી વાત સાંભળીને અચરજ થાય.
પરંતુ ગુજરાતના મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના સારસવા ગામે વર્ષ 1986થી દર વર્ષે આંબલી અગિયારસના દિવસે આ મેળો ભરાય છે.
આ મેળો ભારતના પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની સ્મૃતિમાં ભરાય છે. નિલકંઠ મહાદેવનાં મંદિરમાં રાજીવ ગાંધીની તસવીર મૂકાય છે, તેની પૂજા અર્ચના થાય છે અને મેળો ઊજવાય છે.
આમાં ગુજરાત, રાજસ્થાન તથા મધ્ય પ્રદેશના આદિવાસી સમાજના લોકો એકઠા થાય છે અને રાજીવ ગાંધીને યાદ કરતા ગીતો પણ ગાય છે.
શું છે પૂર્વ વડા પ્રધાન સાથેનો સંબંધ અને શા માટે આમ કરવામાં આવે છે, જાણો આ વીડિયોમાં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન