અમદાવાદ પ્લેન ક્રૅશ : તસવીરોમાં જુઓ વિમાન પડ્યું એ બાદ કેવાં દૃશ્યો સર્જાયાં

ઇમેજ સ્રોત, Tejas Vaidya/BBC

ઇમેજ કૅપ્શન, વિમાનનો કાટમાળ પડ્યા પછી આસપાસ આગ લાગી હતી
વાંચવાનો સમય: 2 મિનિટ

અમદાવાદમાં આજે 12 જૂને ઍર ઇન્ડિયાની અમદાવાદથી લંડનની ફ્લાઇટને ભયંકર અકસ્માત નડ્યો છે જેમાં મોટી જાનહાનિ થવાની શક્યતા છે.

ઇમેજ સ્રોત, ANI

અમદાવાદ ઍરપૉર્ટ પરથી ઉડાન ભરતાની સાથે જ વિમાન રહેણાક વિસ્તાર પર તૂટી પડ્યું હતું. વિમાનનો કાટમાળ જ્યાં પડ્યો ત્યાં આગ લાગી હતી. એસડીઆરએફ અને ફાયર બ્રિગેડના જવાનો સહિતની ટુકડીએ બચાવ અને રાહતકાર્યમાં જોડાઈ હતી. ઘટનાસ્થળે કેવાં દૃશ્યો સર્જાયાં તે આ તસવીરોમાં જોઈ શકાય છે.

ઇમેજ સ્રોત, Tejas Vaidya/BBC

ઇમેજ કૅપ્શન, મેઘાણીનગર વિસ્તારમાં મોટી સંખ્યામાં ફાયરબ્રિગેડ અને ઍમ્બ્યુલન્સનો કાફલો પહોંચ્યો હતો

ઇમેજ સ્રોત, Tejas Vaidya/BBC

ઇમેજ કૅપ્શન, ઘટનાસ્થળે ફાયરબ્રિગેડના વાહનો દોડી ગયા હતા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વિમાન તૂટી પડ્યા પછી ધુમાડો દેખાય છે

ઇમેજ સ્રોત, Tejas Vaidya/BBC

ઇમેજ કૅપ્શન, વિમાનનો કાટમાળ પડ્યો તે સ્થળે ભારે નુકસાન થયું છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વિમાન જમીન પર પટકાતા ધુમાડાના ગોટેગોટા જોવા મળતા હતા

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન