You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હરમનપ્રીતકોર: ભારતને વર્લ્ડકપ જીતાડનાર ખેલાડી જે BBC ISWOTY ઍવૉર્ડ માટે નૉમિનેટ થયાં
ભારતને વર્લ્ડકપ જીતાડનારાં કૅપ્ટન હરમનપ્રીતકોર વીતેલા વર્ષ દરમિયાન સતત ચર્ચા રહ્યાં હતાં. તેમને BBC ISWOTY ઍવૉર્ડ માટે નૉમિનેટ કરવામાં આવ્યાં છે.
પંજાબના મોગામાં 8 માર્ચ 1989ના રોજ જન્મેલાં હરમનપ્રીતકોરને ક્રિકેટ સિવાય ફિલ્મ, ગીતો અને કાર ચલાવવાનો શોખ છે.
હરમનપ્રીતકોરે પોતાની પહેલી વન-ડે મૅચ 2009 રમી હતી. 2013માં ઇંગ્લૅન્ડની સામે સદી ફટકારીને તેઓ જાણીતાં બન્યાં.
2013માં બાંગ્લાદેશ સામેની કપ્તાન મિથાલી રાજને આરામ આપવામાં આવતા ભારતીય ટીમની કપ્તાની પહેલીવાર હરમનપ્રીતને સોંપવામાં આવી હતી.
તેમની સફર પર એક નજર...
બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર (ISWOTY) ઇવેન્ટ આ વર્ષે ફરીથી આવી રહી છે. જે ભારતનાં મહિલા સ્પૉર્ટ્સ ખેલાડીઓની વૈશ્વિક સિદ્ધિઓને બિરદાવે છે.
આ ઇવેન્ટને BBC Gujarati ના તમામ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ્સ પર 16 ફેબ્રુઆરી, 2026ના રોજ નિહાળી શકશો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન