પાકિસ્તાન : આક્રમણખોરોથી બચી ગયેલી બુદ્ધની દુર્લભ મૂર્તિઓ

તસવીરોમાં ખૈબર પખ્તૂનખ્વાહ જિલ્લામાં આવેલા ભામલા સ્તૂપની ઐતિહાસિક સુંદરતા.

ઇમેજ સ્રોત, FARAN RAFI/BBC

ઇમેજ કૅપ્શન, તમામ મૂર્તિઓમાંથી આ એક જ મૂર્તિ છે જેનું માથુ એના સ્થાને યથાવત્ છે. અહીં મૂર્તિને બિન-ઇસ્લામિક ગણવામાં આવે છે અને એવું મનાય છે કે માથાને નષ્ટ કરવું એક મહાન કામ છે.

ઇમેજ સ્રોત, FARAN RAFI/BBC

ઇમેજ કૅપ્શન, ભામલા સ્તૂપ પાકિસ્તાનના ઉત્તર –પશ્ચિમમાં આવેલા ખૈબર પખ્તૂનખ્વાહ જીલ્લામાં આવેલો છે. ભામલાને વર્ષ 1929માં બ્રિટિશ પુરાતત્વશોધકર્તા સર જ્હોન માર્શલે શોધી કાઢ્યો હતો.

ઇમેજ સ્રોત, FARAN RAFI/BBC

ઇમેજ કૅપ્શન, પુરાતત્વ શોધ કર્તાનું માનવું છે કે 2300 વર્ષ પહેલાં આ ક્ષેત્ર પર બૌદ્ધ ધર્મનો પ્રભાવ હતો. આ પ્રાચીન બૌદ્ધ સ્થળે બુદ્ધના સમયની લગભગ 500 વસ્તુઓ મળી છે.

ઇમેજ સ્રોત, FARAN RAFI/BBC

ઇમેજ કૅપ્શન, ભામલામાં આવેલી 14 મીટર લાંબી બુદ્ધની સૂતેલી મૂર્તિનાં અવશેષ પ્રાપ્ત થયા છે. એ ત્રીજી શતાબ્દીના અવશેષો છે. પુરાતત્વશોધકર્તાનું કહેવું છે કે આ રીતની દુનિયાની સૌથી જૂની મૂર્તિ છે.

ઇમેજ સ્રોત, FARAN RAFI/BBC

ઇમેજ કૅપ્શન, ખૈબર પખ્તૂનખ્વાહના પુરાતત્વ ખાતાએ 2012માં આ વિસ્તારમાં કામ કરવાનું શરૂ કર્યું ત્યારે આ બૌદ્ધ મઠ વિશે જાણકારી મળી. એવું મનાય છે કે ચોથી શતાબ્દીની આસપાસ આ મઠ બનાવવામાં આવ્યો હતો. ભારત પર હુમલો કરવા માટે જ્યારે હુણ આ વિસ્તારમાંથી આગળ વધ્યા ત્યારે તેમણે આ મઠ નષ્ટ કરી દીધો હતો.

ઇમેજ સ્રોત, FARAN RAFI/BBC

ઇમેજ કૅપ્શન, સ્તૂપ ખાનપુર બંધની આસપાસ આવેલો છે. સરકાર તેને લોકપ્રિય પર્યટક સ્થળ બનાવવા માંગે છે. પરંતુ અહીંના ખરાબ રસ્તાને કારણે પ્રવાસીઓ આવી શકતા નથી.

ઇમેજ સ્રોત, FARAN RAFI/BBC

ઇમેજ કૅપ્શન, ભામલા સ્તૂપને યૂનેસ્કોએ વિશ્વ ધરોહરની શ્રેણીમાં સ્થાન આપ્યું છે. અહીં ખોદકામ દરમ્યાન મળેલી વસ્તુઓને જિલ્લાના અલગ-અલગ સંગ્રહાલયોમાં મોકલી દેવામાં આવી છે. અત્યારના સમયે ખજાનાની શોધ કરનારાઓએ તેને તોડી નાંખ્યો હતો. આ તમામ તસવીરો બીબીસીના પત્રકાર ફરાન રફીએ ખેંચી છે.