મ્યુઝિક કૉન્સર્ટ પર ગોળીબારમાં 50થી વધુ લોકોનાં મોત

ખુલ્લી જગ્યામાં યોજાયેલી મ્યુઝિકલ કૉન્સર્ટ પર સડકને સામે પાર આવેલી એક હોટેલના 32મા માળ પરથી બંદૂકધારીએ ફાયરિંગ કર્યું હતું.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ખુલ્લી જગ્યામાં યોજાયેલી મ્યુઝિકલ કૉન્સર્ટ પર સડકને સામે પાર આવેલી એક હોટેલના 32મા માળ પર બંદૂકધારી હતો.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઘટનાના સાક્ષીઓએ જણાવ્યું હતું કે હજ્જારો ગોળી છોડવામાં આવી હતી.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સંગીત જલસામાં આવેલા લોકોએ નાસી છૂટવાના પ્રયાસ કરતાં ‘અંધાધૂંધી’ સર્જાઇ હોવાનું ઘટનાના સાક્ષીઓએ જણાવ્યું હતું.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, હુમલો ભયજનક બનવાની સાથે લોકો ડરના માર્યા નાસી છૂટ્યા હતા.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પોલીસે કેટલાક લોકોને ઘટનાસ્થળે જ રોકાવા, જ્યારે અન્ય લોકોને ઘટનાસ્થળથી દૂર રહેવા જણાવ્યું હતું.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મ્યુઝિકલ કૉન્સર્ટના ત્રીજા અને છેલ્લા દિવસે ગોળીબાર થયો હતો.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પોલીસે જણાવ્યું હતું કે એક શકમંદ સ્થાનિક રહેવાસી હતો અને તેને ઠાર કરવામાં આવ્યો છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પોલીસે જણાવ્યું હતું કે શકમંદની સાથે પ્રવાસ કરી રહેલી એક અન્ય વ્યક્તિને અમે શોધી રહ્યા છીએ, કારણ કે તેની પાસેથી માહિતી મળી શકે છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઘટનાસ્થળની આસપાસના વિસ્તારમાં વાહનો તથા લોકોની અવરજવર બંધ કરી દેવામાં આવી હતી અને ટ્રોપિકાના એવેન્યૂથી આવેલા આ પુરુષને અટકાવ્યો હતો.