ઉઝબેકિસ્તાનની રસપ્રદ 'બુઝકશી' રમત

ઇમેજ સ્રોત, Umida Akhmedova

ઘોડાની પીઠ પર બેસીને રમવામાં આવતી આ રમતને 'બુઝકશી' રમત કહેવામાં આવે છે. ઉઝબેકિસ્તાનમાં એને 'કુપકરી' પણ કહેવામાં આવે છે.

તુર્કી ભાષામાં 'કુપ'નો મતલબ 'ઘણા બધા' થતો હોય છે અને ફારસીમાં 'કરી'નો મતલબ 'કામ' થતો હોય છે. એટલે 'કુપકરી'નો મતલબ ઘણાબધા લોકોનું કામ થાય છે.

ઉઝબેકિસ્તાનમાં કુપકરી સ્પર્ધાને 'ઉલાક' પણ કહેવામાં આવે છે.

ઉઝબેકિસ્તાનની ફોટોગ્રાફર અને ડૉક્યુમેન્ટરીમેકર યૂમીદા અખમેદોવાએ હાલમાં જ મધ્ય એશિયાના આ ખૂબ જ લોકપ્રિય ખેલની કેટલીક દિલચસ્પ ફોટો કૅમરામાં કેદ કરી છે.

ઇમેજ સ્રોત, Umida Akhmedova

ઇમેજ કૅપ્શન, આ રમત તાશકંદ વિસ્તારના ગામ ઈરતોશમાં રમાઈ. ઇરતોશનો મતલબ થાય છે પથરાળ જમીન

પોલોની જેમ બુઝકશીની રમતમાં પણ ખેલાડીઓ ઘોડા પર સવાર થાય છે. પરંતુ આમાં બૉલની જગ્યાએ બકરી અથવા ઘેંટાનાં શબનો ઉપયોગ થાય છે.

ઇમેજ સ્રોત, Umida Akhmedova

ઇમેજ સ્રોત, Umida Akhmedova

ઇમેજ કૅપ્શન, રમતની તૈયારી કરતાં ખેલાડીઓ, મધ્ય એશિયામાં બુઝકશી ખેલ મનોરંજન માટે લોકપ્રિય છે.

ઇમેજ સ્રોત, Umida Akhmedova

ઇમેજ કૅપ્શન, બુઝકશીની આ રમત મોટાભાગે ઉંચા પહાડો પર રમાય છે.

ઇમેજ સ્રોત, UMIDA AHMEDOVA

ઇમેજ કૅપ્શન, ઉઝબેકિસ્તાનમાં આ વર્ષે ઠંડીમાં બરફ નથી પડ્યો પરંતુ કુરામિનની પહાડીઓ પર જબરદસ્ત બરફ પડ્યો હતો.

ઇમેજ સ્રોત, Umida Ahmedova

ઇમેજ કૅપ્શન, આ રમતમાં રેફરી પણ હોય છે. જે ખેલાડીઓ અને રમત પર નજર રાખે છે.

ઇમેજ સ્રોત, Umida Akhmedova

ઇમેજ કૅપ્શન, કુપકરી ખેલ માત્ર એક સ્પર્ધા નથી પરંતુ મધ્ય એશિયાના લોકો માટે ઉત્સવ પણ છે. આ ખેલમાં મોટાભાગે પુરુષો ભાગ લેતા હોય છે.

ઇમેજ સ્રોત, Umida Akhmedova

ઇમેજ કૅપ્શન, સ્થાનિક લોકો ઘોષણા કરે છે કે જીતનાર ખેલાડીને શું ઈનામ મળશે.

ઇમેજ સ્રોત, Umida Ahmedova

ઇમેજ કૅપ્શન, ઈનામ માટે ગાયો અને બકરીઓ રાખવામાં આવી છે. અહીંના લોકો પશુપાલન કરે છે. એટલે ઈનામમાં પાળતું જાનવર મળે તેને શુભ માને છે.

ઇમેજ સ્રોત, Umida Akhmedova

ઇમેજ કૅપ્શન, એવું નથી કે સ્થાનિક લોકો જ આ રમતમાં ભાગ લઈ શકે આસપાસનાં ગામનાં ઘોડેસવારોને પણ રમતમાં ભાગ લેવા આમંત્રણ મોકલવામાં આવે છે.

ઇમેજ સ્રોત, Umida Akhmedova

ઇમેજ કૅપ્શન, રમત જોવા માટે દરેક વયના દર્શક ઉમડે છે. બાળકો પણ આ રમત જોવામાં રોમાંચ અનુભવે છે.

ઇમેજ સ્રોત, Umida Akhmedova

ઇમેજ કૅપ્શન, આ રમત જોવા આવનાર એક મહેમાન ઈનામ લઈને આવ્યા છે. આ ઈનામ વિજેતા માટે છે.

ઇમેજ સ્રોત, Umida Akhmedova

ઇમેજ કૅપ્શન, ઈનામ માટે જીતનાર ઘોડેસવારના નામની ઘોષણા થઈ રહી છે.

ઇમેજ સ્રોત, Umida Ahmedova

ઇમેજ કૅપ્શન, વિજેતાઓ તેમના ઈનામની સાથે. જીતનારનું નામ ફોજિલ છે. રસપ્રદ વાત એ છે કે તેઓ ઘોડા ચલાવનાર નથી પરંતુ આજની રેસમાં તેમનો ઘોડો પ્રથમ નંબરે આવ્યો છે.

ઇમેજ સ્રોત, Umida Ahmedova

ઇમેજ કૅપ્શન, આ ખેલમાં એવા ઘોડા પસંદ કરવામાં આવે છે જે મજબૂત હોય, નાની કદના હોય અને જે સક્ષમ હોય. નાના કદના ઘોડાથી ઘેટા બકરાના શબ ઉઠાવવામાં સરળતા રહે છે.

ઇમેજ સ્રોત, Umida Ahmedova

ઇમેજ કૅપ્શન, ઈરતોશ ગામનું એક દ્રશ્ય

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો