'હવે નહીં આવું...' સુરતના ઉધના રેલવે સ્ટેશન પર લાઠીચાર્જ બાદ આ ભાઈ શું બોલ્યા?

વીડિયો કૅપ્શન, 'હવે નહીં આવું..' સુરતના ઉધના રેલવે સ્ટેશન પર લાઠીચાર્જ બાદ આ ભાઈ શું બોલ્યા?
'હવે નહીં આવું...' સુરતના ઉધના રેલવે સ્ટેશન પર લાઠીચાર્જ બાદ આ ભાઈ શું બોલ્યા?

હવે નહીં આવું... આમ કહીને બૅગ લઈને સુરતના ઉધના રેલવે સ્ટેશન તરફ આ ભાઈ જતા રહ્યા. અહીં એટલી ભીડ હતી કે પોલીસે ભીડને કાબૂમાં લેવા લાઠીચાર્જ કર્યો હતો.

રવિવારે સવારે ઉત્તર પ્રદેશ અને બિહાર જવા માટે સુરતના ઉધના રેલવે સ્ટેશનથી સ્પેશિયલ ટ્રેનો દોડાવાઈ હતી. જેમાં ટ્રેનની ક્ષમતા કરતાં પણ 6 હજાર લોકો વધુ આવી ગયા.

બીબીસી સંવાદદાતા અજીત ગઢવીના જણાવ્યા અનુસાર ટ્રેન ઉપડતાં રેલવે સ્ટેશન પર દોડાદોડી થઈ રેલવે સ્ટેશન પર પાણીની વ્યવસ્થા ન હોવાના કારણે કેટલાક લોકો બેહોશીની અવસ્થા સુધી પહોંચી ગયાના અહેવાલ પણ છે.

મહત્ત્વનું છે શનિવારે અને રવિવારે ઉત્તર ભારત માટે સ્પેશિયલ ટ્રેનો દોડાવાઈ હતી. લગ્નગાળાની સિઝન, વૅકેશનના કારણે ભીડ વધારે હતી.

પોતાના વતન જતાં કેટલાક લોકોએ ગૅસનો બાટલો ન મળતો હોવાથી તેઓ વતન જઈ રહ્યા હોવાની પણ વાત કરી. સમગ્ર બાબતે પશ્ચિમ રેલવે કહ્યું હતું કે, ઉત્તરનાં રાજ્યો તરફ જતી વિવિધ ટ્રેનોમાં ઉધનાથી 21 હજાર જેટલા મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાને મોકલાયા છે. હાલ પરિસ્થિતિ સામાન્ય અને નિયંત્રણમાં છે.

ઇમેજ સ્રોત, UGC

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન