સ્મૃતિ મંધાના થયાં BBC ISWOTY ઍવૉર્ડ માટે નૉમિનેટ, તેમની સફર પર એક નજર

સ્મૃતિ મંધાના થયાં BBC ISWOTY ઍવૉર્ડ માટે નૉમિનેટ, તેમની સફર પર એક નજર

સ્મૃતિ મંધાનાને મહિલા ક્રિકેટમાં શ્રેષ્ઠ બેટરો પૈકી એક માનવામાં આવે છે. તેમને 'બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધી યર' માટે નૉમિનેટ કરવામાં આવ્યાં છે.

તેઓ ભારતની મહિલા વિશ્વકપની વિજેતા ટીમનો ભાગ હતાં.

તેમણે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં 10 હજાર રન ગત વર્ષના અંતે જ પૂર્ણ કર્યા હતા. આ સિદ્ધિ હાંસલ કરનારાં તેઓ ચોથાં ખેલાડી છે.

તેઓ તમામ ફૉર્મેટમાં સદી ફટકારનારાં પહેલાં ભારતીય મહિલા ક્રિકેટર છે.

સ્મૃતિ 2022 અને 2018માં ICC મહિલા ક્રિકેટર ઍવૉર્ડ વિજેતા બન્યાં હતાં. ઑસ્ટ્રેલિયાનાં ઍલિસ પૅરી પછી બે વાર આ ઍવૉર્ડ જીતનારાં તેઓ બીજા ક્રિકેટર છે.

સ્મૃતિને ભારતના સર્વોચ્ચ રમત સન્માનમાંનો એક અર્જુન ઍવૉર્ડ મળી ચૂક્યો છે.

તેમની સફર પર એક નજર...

બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર (ISWOTY) ઇવેન્ટ આ વર્ષે ફરીથી આવી રહી છે. જે ભારતનાં મહિલા સ્પૉર્ટ્સ ખેલાડીઓની વૈશ્વિક સિદ્ધિઓને બિરદાવે છે.

આ ઇવેન્ટને BBC Gujarati ના તમામ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ્સ પર 16 ફેબ્રુઆરી, 2026ના રોજ નિહાળી શકશો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન