You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દીપ્તી જીવાનજી કેવી રીતે પૅરાઍથ્લીટ બન્યાં, કેવી હતી તેમની અર્જૂન ઍવોર્ડ સુધીની સફર?
જેને લોકો અનાથ આશ્રમમાં મૂકી આવવાનું કહેતા એ દીપ્તીએ કેવી રીતે પૅરાઍથ્લીટ બની બન્યાં?
દીપ્તિ જીવાનજી ભારતનાં પ્રતિષ્ઠિત પૅરા ઍથ્લીટ છે, જેમણે દેશ-વિદેશમાં અનેક સ્પર્ધાઓમાં પોતાનું અને દેશનું નામ રોશન કર્યું છે.
દીપ્તિએ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે અને દેશને ગૌરવ અપાવ્યું છે.
દીપ્તિ કહે છે કે તેમના દેખાવને કારણે લોકો તેમનાં માતાને કહેતા હતા કે બાળકીને ત્યજી દો. જોકે, માતાએ આ વાતો ન સાંભળી અને દીપ્તિનો ઉછેર કર્યો.
આજે ઠેર-ઠેર લોકો દીપ્તિનું સન્માન કરવા માટે તત્પર રહે છે. ત્યારે નિરાશાની વચ્ચે દીપ્તિએ કેવી રીતે સફળતાની રાહ પકડી અને શું છે તેમની કહાણી?
કેવી રીતે માતા-પિતાના સહયોગથી દીપ્તી ન માત્ર દોડવીર બન્યાં પણ અર્જૂન એવોર્ડ મેળવી શક્યાં, જુઓ તેની કહાણી આ વીડિયોમાં.
અહેવાલ : સુશીલાસિંહ
વીડિયો : દીપક જસરોટિયા, અંશુલ વર્મા
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન