You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાજકોટનો એ ઉદ્યોગ, જે મહિલાઓ માટે રોજગારી અને સન્માનનું માધ્યમ બન્યો
રાજકોટ જિલ્લાના જસદણ અને આસપાસના વિસ્તારોમાં મીનાકારી ઉદ્યોગ હવે મહિલાઓ માટે સ્વરોજગાર અને આર્થિક સશક્તીકરણનું મજબૂત માધ્યમ બન્યો છે.
જસદણની આ કારીગરી દેશ તેમજ વિદેશમાં લોકપ્રિય છે. આ મહિલાઓ મીનાકારી ઉદ્યોગ હેઠળ જ્વેલરી બૉક્સ, ગિફ્ટ બૉક્સ અને મંદિરોની પૂજા પ્લેટો બનાવી રહી છે.
અનેક મહિલાને હવે ઘરની જ નજીક નિયમિત અને સન્માનજનક વેતન મળી રહ્યું છે.
આ પંથકમાં લગભગ 250 એકમો છે, જેમાં લગભગ 50 ટકા મહિલાઓ કામ કરે છે. આ ઉદ્યોગનું વાર્ષિક ટર્નઓવર આશરે 250 કરોડ રૂપિયા છે, જેમાંથી અંદાજે 50 કરોડ રૂપિયાની નિકાસ થાય છે.
મીનાકારી ઉદ્યોગને પણ સરકાર તરફથી લોન સ્વરૂપે આર્થિક ટેકો પણ મળી રહ્યો છે. આ ઉપરાંત સમયાંતરે કારીગરોને તાલીમ પણ આપવામાં આવે છે.
આત્મનિર્ભર બની રહેલી મહિલાઓ બાળકોનાં શિક્ષણ, આરોગ્ય અને ઘરખર્ચમાં પણ યોગદાન આપી રહી છે, જેનાથી પરિવાર અને સમાજમાં તેમનું સન્માન પણ વધ્યું છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન