બંને હાથ નથી પણ તીરંદાજીમાં ચૅમ્પિયન બન્યાં, પૅરા આર્ચરીમાં ગોલ્ડ મેડલ મેળવનારાં પાયલની પ્રેરક કહાણી

વીડિયો કૅપ્શન, બે હાથ અને બે પગ વગરનાં આ પૅરા આર્ચર પાયલ નાગે જીત્યો ગૉલ્ડ મૅડલ, તેમના સંઘર્ષની કહાણી
વાંચવાનો સમય: 1 મિનિટ

બૅંગકૉકમાં રમાયેલી વર્લ્ડ આર્ચરી સિરીઝની ફાઇનલમાં ભારતનાં આ ઊભરતાં સિતારા પાયલે ગોલ્ડ મેડલ જીત્યો.

પાયલ નવમા ધોરણમાં હતાં ત્યારથી ઓડિશાના બાલાંગીર જિલ્લામાં આવેલા અનાથ આશ્રમમાં રહેતાં હતાં.

તેમણે મોઢાથી લખતા અને દોરતા શીખ્યું. તેમનું એક આર્ટવર્ક સોશિયલ મીડિયા પર શૅર કરવામાં આવ્યું હતું જેનાથી તેમના કોચનું તેમના તરફ ધ્યાન ગયું.

ત્યાર બાદ તેમને કટરા લાવવામાં આવ્યાં, જ્યાં તેમની આર્ચરી ટ્રેનિંગ શરૂ થઈ.

પાયલે 2025માં જયપુરમાં રમાયેલી નૅશનલ પેરા આર્ચરી ચૅમ્પિયનશિપમાં ડેબ્યૂ કર્યું હતું.

બૅંગકૉકમાં રમાયેલી વર્લ્ડ પૅરા આર્ચરી સિરીઝમાં પાયલે તેમનાં ટ્રેનિંગ પાર્ટનર અને વર્લ્ડ ચૅમ્પિયન શીતલદેવીને હરાવ્યાં હતાં.

પૅરા આર્ચર પાયલ નાગે
ઇમેજ કૅપ્શન, પૅરા આર્ચર પાયલ નાગે

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન