કિંગ ચાર્લ્સના ભાઈ ઍન્ડ્રયુ માઉન્ટબેટન-વિંડસરની સાર્વજનિક પદના દુરુપયોગની શંકામાં ધરપકડ, કિંગ ચાર્લ્સે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Jordan Pettitt/PA Wire

ઇમેજ કૅપ્શન, ઍન્ડ્ર્યુ માઉન્ટબેટન બ્રિટનના કિંગ ચાર્લ્સના ભાઈ છે, ગત વર્ષે જ તેઓ પ્રિન્સનો ખિતાબ ગુમાવી ચૂક્યા હતા
વાંચવાનો સમય: 3 મિનિટ

બ્રિટનના પૂર્વ પ્રિન્સ ઍન્ડ્રયુ માઉન્ટબેટન-વિંડસરની ધરપકડ કરાઈ છે.

બ્રિટનના કિંગ ચાર્લ્સના ભાઈ ઍન્ડ્ર્યુ માઉન્ટબેટન-વિંડસરની સાર્વજનિક પદનો દુરુપયોગ કરવાની આશંકામાં ધરપકડ કરવામાં આવી છે.

આજે સવારે ઇંગ્લૅન્ડના નૉરફૉકસ્થિત સૅન્ડ્રિંઘમ એસ્ટેટમાં કારો આવી રહી હોવાની તસવીરો સામે આવી છે.

આ ઘટનાક્રમ ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે થેમ્સ વેલી પોલીસે જણાવ્યું હતું કે તેઓ પૂર્વ પ્રિન્સ તરફથી યૌન અપરાધી જેફ્રી ઍપ્સ્ટીન સાથે કથિત રીતે ગુપ્ત માહિતી શૅર કરી હોવાની ફરિયાદની તપાસ કરી રહ્યા છે.

ઍન્ડ્ર્યુએ કોઈ પણ ખોટું કામ કરવાનો સતત અને દૃઢતાથી ઇન્કાર કર્યો છે.

Sorry, we can’t display this part of the story on this lightweight mobile page.

ઇમેજ સ્રોત, Dan Kitwood/Getty Images

ઇમેજ કૅપ્શન, બ્રિટનના પૂર્વ પ્રિન્સ ઍન્ડ્રયુ માઉન્ટબેટન-વિંડસરની ધરપકડ કરાઈ છે.

ગત વર્ષે જ તેઓ 'પ્રિન્સ'નો ખિતાબ ગુમાવી ચૂક્યા છે. તેમને વિંડસરનો મહેલ રૉયલ લૉજને પણ છોડવો પડ્યો હતો.

પણ આજે સવારે નૉરફૉકના સૅન્ડ્રિઘમમાં કેટલાંક વાહનો દેખાયાં હતાં. અહીં તેઓ વિંડસરસ્થિત પોતાનું ઘર છોડ્યા બાદ રહેતા હતા.

માનવામાં આવે છે કે તે નિશાન વિનાની પોલીસની ગાડીઓ હતી.

પહેલી વાર કોઈ પૂર્વ રાજકુમારની ધરપકડ કરાઈ છે.

તેમના પર દોષી યૌન અપરાધી જેફ્રી ઍપ્સ્ટીન સાથે સંબંધોને લઈને અનેક આરોપ લાગતા રહ્યા છે.

બીબીસી ન્યૂઝને લાગી રહ્યું છે કે તેમની સાર્વજનિક પદ પર કદાચારના સંદેહમાં ધરપકડ કરાઈ છે.

કિંગ ચાર્લ્સનું નિવેદન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઇંગ્લૅન્ડના કિંગ ચાર્લ્સની ફાઇલ તસવીર

ઍન્ડ્ર્યૂની ધરપકડ પછી કિંગ ચાર્લ્સે નિવેદન આપ્યું છે. તેમનું સંપૂર્ણ નિવેદન આ રીતે છે:

"ઍન્ડ્ર્યુ માઉન્ટબેટન-વિંડસર અને જાહેરપદમાં અનુકૂળ ન હોય તેવા વર્તનના સંદેહ સાથે જોડાયેલી આ ખબર ચિંતાજનક છે. સંપૂર્ણ, નિષ્પક્ષ અને યોગ્ય પ્રક્રિયા હેઠળ આ મામલાની તપાસ કરવામાં આવશે અને તેને યોગ્ય સત્તાવાળાઓ દ્વારા યોગ્ય રીતે સંભાળવામાં આવશે. જેમ કે મેં અગાઉ કહ્યું છે, આ પ્રક્રિયામાં તેમને અમારો સંપૂર્ણ અને નિસ્વાર્થ આધાર અને સહકાર મળશે. હું સ્પષ્ટ રીતે કહેવા માગુ છું કે કાયદો પોતાનું કામ કરશે. જેમ જેમ આ પ્રક્રિયા આગળ વધશે, મારા માટે આ મામલે વધુ ટિપ્પણી કરવી યોગ્ય નહીં હોય. આ દરમિયાન, મારું અને મારા પરિવારનાં કામકાજ અને સેવા આપ સૌ પ્રત્યે યથાવત્ રહેશે."

પોલીસે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Bav Media

ઇમેજ કૅપ્શન, ઍન્ડ્ર્યુ માઉન્ટબેટનના ઘરે પહોંચેલાં વાહનો

ઍન્ડ્રુયુની ધરપકડ બાદ ટેમ્સ વેલી પોલીસે એક નિવેદન જાહેર કર્યું છે. તેમાં કહેવાયું કે "તપાસના ભાગરૂપે અમે આજે (19/2) નૉરફૉકના એક 60 વર્ષથી વધુ ઉંમરના શખ્સની સાર્વજનિક પદના કદાચારના સંદેહમાં ધરપકડ કરી છે. તેમજ બર્કશાયર અને નૉરફૉકનાં સરનામાં પર તપાસ થઈ રહી છે. એ વ્યક્તિ હાલમાં પોલીસની અટકમાં છે."

નિવેદનમાં કહેવાયું કે "રાષ્ટ્રીય દિશા-નિર્દેશ અનુસાર અમે ધરપકડ કરાયેલી વ્યક્તિનું નામ જાહેર નહીં કરીએ. મહેરબાની કરીને એ પણ ધ્યાન રાખો કે આ મામલો હવે સક્રિય છે. માટે કોઈ પણ પ્રકારનું પ્રકાશન કરતી વખતે કોર્ટની અવમાનનાથી બચવા માટે સાવધાની રાખો."

સહાયક મુખ્ય કૉન્સ્ટેબલ ઓલિવર રાઇટે કહ્યું, "વિસ્તારથી આકલન કર્યા બાદ અમે સાર્વજનિક પદ પર કદાચારના આ આરોપની તપાસ શરૂ કરી દીધી છે."

"એ મહત્ત્વનું છે કે અમે અમારી સહયોગીઓ સાથે મળીને આ કથિત અપરાધની તપાસ કરતી વખતે તપાસની નિષ્પક્ષતા અને વસ્તુનિષ્ઠતાની રક્ષા કરીએ."

"અમે સમજીએ છીએ કે આ મામલામાં સાર્વજનિક રસ બહુ વધારે છે અને યોગ્ય સમયે અમે માહિતી આપીશું."

ઍન્ડ્રયુ માઉન્ટબેટન કોણ છે?

ઇમેજ સ્રોત, Max Mumby/Indigo/Getty Images

ઍન્ડ્રયુ માઉન્ટબેટન બ્રિટનના કિંગ ચાર્લ્સના ભાઈ છે. ગત વર્ષે જ તેઓ 'પ્રિન્સ'નો ખિતાબી ગુમાવી ચૂક્યા છે. તેમને વિંડસરનો મહેલ રૉયલ લૉજને પણ છોડવો પડ્યો હતો.

યૌન અપરાધના દોષી જેફ્રી ઍપ્સ્ટીન સાથે તેમના સંબંધોને લઈને અનેક અઠવાડિયાંથી ચાલતી ઊંડી તપાસ બાદ આ નિર્ણય લેવાયો હતો.

તેમના અંગે બકિંઘમ પૅલેસ તરફથી કહેવાયું કે હવે કિંગના ભાઈને ઍન્ડ્રયુ માઉન્ટબેટન-વિંડસરના નામથી ઓળખવામાં આવશે.

ઍન્ડ્રયુએ પોતાના અંગત જીવન પર ઊઠતાં સવાલોને જોતાં તેમના અન્ય શાહી ખિતાબ પણ છોડી દીધા હતા. તેમાં ડ્યૂક ઑફ યૉર્ક પણ સામેલ હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન